સુરત માં સામાન્ય બાબત ને લઈને થયેલા ઝઘડાએ લીધું મોટું રૂપ જેના કારણે એક યુવક ને……….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ ના સમય માં લોકો નો જીવ ઘણોજ ટૂંકો થઇ ગયો છે. હાલ લોકોમાં સહન શક્તિનો અભાવ જોવા મળે છે. જેને કારણે લોકો કઈ પણ પ્રકારની વસ્તુ ને સહન કરી શકતા નથી. જેના કારણે ઘણીવાર એવા એવા બનાવો બની જાય છે જેના વિશે લોકોએ વિચાર્યું પણ ના હોઈ. હાલના સમય માં લોકો નાની નાની બાબત ને લઈને એવા કાર્ય કરી બેઠે છે કે જેની ખબર કદાચ તેને પણ ન હોઈ.
આપણે અહી એક એવાજ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિ પેટ્રોલ પંપ માં પેટ્રોલ પુરાવવા માટે ઉભેલી લાઈનને તોડીને આગળ નીકળી ગયો જેને કારણે આ લાઈન માં ઉભેલા પાછળના એક વ્યક્તિ ને એવો ગુસ્સો આવ્યો કે તેણે આ વ્યક્તિને છરીના ઘા જીકી ને હત્યા કરી નાખી. આમ આ વ્યક્તિને લાઈન તોડીને જવું એ તેના જીવ પર આવી બન્યું અને તેને પાછળ ઉભેલા વ્યક્તિના ક્રોધનો સામનો પોતાનો જીવ આપીને કરવો પડ્યો. તો ચાલો આપણે આ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડાક સમયથી રાજ્યમાં આવા અપરાધો ની સંખ્યા માં વધારો જોવા મળ્યો છે. તેમાં સુરત શહેર માંથી માનવતાને હચમચાવી દેતેવો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં આવેલા ગોડાદરા વિસ્તાર માં આવેલા ભારત પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવાની લાઈન તોડીને આગળ સીધો પેટ્રોલ પુરાવવા નીકળી ગયો.
તેના આવા વર્તનનો વિરોધ પાછળ લાઈનમાં ઉભેલા ઘણા વ્યક્તિઓએ કર્યો. પરંતુ આ વ્યક્તિ કે જેનું નામ જયેશ છે તે આગળ પહોચીને દાદાગીરી કરીને પાછળ ઉભેલા લોકો સાથે દુર્વાવહાર કરવા લાગ્યો જેને કારણે પાછળ ઉભેલા અને આ વ્યક્તિ પહેલા આવેલા એક સફેદ ગાડી સવાર સાથે જયેશ ની તીવ્ર બોલા ચાલી થઇ ગઈ. અને જોત જોતામાં તેમની બોલા ચાલી એ ઘણુંજ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર બાદ આ સફેદ ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓ એ જયેશને પેટ્રોલ પંપ ની બહાર છરીના ઘા જીક્યા. આ ઘાને કારણે તેને સાથળ ના ભાગ માં ઘણીજ ઈજા પહોચી જેના કારણે તેને ઘણું લોહી નીકળી ગયું. આ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું.