Gujarat

રક્ષા બંધન પહેલા ભાઈ અને બહેનનો એવો કિસ્સો સામે આવ્યો કે સંભાળનાર લોકો ભાવવિભોર બની ગયા ભાઈએ…….

Spread the love

મિત્રો ભાઈ અને બહેન ! આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેનનો સબંધ કેટલો અનમોલ હોઈ છે. બહેન નાની હોઈ કે મોટી તે હંમેશા પોતાના ભાઈ નું ધ્યાન રાખે છે તેવી જ રીતે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવા માં પાછી પાની કરતો નથી. પછી ભલેને તેને મોતનો સામનો પણ કેમ નો કરવો પડે.

આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભાઈ અને બહેન કોઈ ના કોઈ વાત પર લડતા જ રહે છે. પરંતુ તેમની આ લડાઈ પાછળ પણ તેમનો અતુટ પ્રેમ છુપાયેલો છે. તેઓ ભલે એક બીજા સાથે લડ્યા રાખે પરંતુ દરેક મુસીબતો નો સામનો કરવા એક બીજાની સાથે આવી જાય છે. હાલ એવોજ એક કિસ્સો ગુજરાત ના તાપી જીલ્લા માંથી સામે આવ્યો છે કે જ્યાં રક્ષાબંધન પહેલા ભાઈ અને બહેનનો અતુટ પ્રેમ જોવા મળ્યો છે. અહી એક ભાઈએ પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાની એક કીડની પોતાની બહેનને આપી દીધી અને બહેનનો જીવ બચાવ્યો. તો ચાલો આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

મળતી માહિત અનુસાર આ બનાવ ગુજરાત માં આવેલા તાપી જીલ્લાના વ્યારા ની છે. આ વાત અહીના નિવાસી લતા બહેન અને તેમના ભાઈ હિતેશ ઠાકુરની છે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષથી લતા બહેન કે જેમની ઉમર ૪૨ વર્ષ છે તેઓની કીડની ફેલ થઇ ગઈ હતી.

કીડની ફેલ થવાન કારણે તેઓ પોતાનું જીવન ડાયાલીસીસ પર વીતાવી રહ્યા હતા. પરંતુ છેલ્લા દોઢ વરસથી તેમની હાલત વધુ ખરાબ થઇ ગઈ હતી કીડની ફેલ થઇ જાવાના કારણે તેઓ ઘણીવાર બીમાર પણ પડી જતા હતા. તેમણે કીડની મેળવવા માટે પોતાનું નામ પણ નોંધાવ્યું હતું. પરંતુ તેમના માટે યોગ્ય કીડની મળી નહિ. જેના કારણે તેઓ વધુને વધુ બીમાર રહેતા હતા. તેમની આવી પરિસ્થિતિ તેમના પરિવારના લોકો પણ જોઈ શકતા ન હતા. ખાસતો તેમનો ભાઈ હિતેશ પોતાની બહેનની આવી હાલત જોઈ શક્યો નહિ. અને બહેનને આ મુસીબત માંથી બહાર કાઢવાનો તેણે નિર્ણય કર્યો.

હિતેશ કે જેમની ઉમર ૩૭ વર્ષ છે તેમણે પોતાની એક કીડની પોતાની બહેનને આપવાનું નક્કી કર્યું અને પોતાની બહેનનો જીવ બચાવવાનું મન બનાવ્યું. જોકે શરૂઆત માં તેમનો પરિવાર આ બાબત અંગે થોડા વિચાર માં હતા પરંતુ ત્યાર બાદ હિતેશે તેના પરિવાર ના લોકો ને માનવી લીધા. અને તેમની એક કીડની કાઢીને તેમની બહેનને આપવામાં આવી. ભાઈ અને બહેનની આ કીડની ટ્રાન્સપ્લાનટ અંગેનું ઓપરેસન સુરત ના મિસન હોસ્પિટલ માં કરવામાં આવ્યું. આ ઓપરેસન માં ૭ કલાક નો સમય લાગ્યો જોકે હાલ ભાઈ અને બહેન બન્ને ની હાલત સારી છે.

જો વાત આ ઓપરેસન સફળ બનાવવા પાછળ ના ડોક્તોર અને તેમની ટીમ વિશે વાત કરીએ ટો તેમાં નેફ્રોલોજી ડો.વત્સ, અને ડો.અનિલ પટેલ ઉપરાંત યુરોલોજીના ડો.ચિરાગ પટેલ અને ડો.કપિલ ઠક્કર ની સાથો સાથ ડો.નરેન્દ્ર પારેખ અને ડો.રામ પટેલ તથા એનેસ્થેસિયા ડો.રાજીવ પ્રધાન, ડો.યુવરાજ સિંહ, ડો.ધવલ વાવલિયા અને આઈસીયુના ડો. મિલન મોદી અને ડૉ. આશિષ પટેલ,  પેથોલોજી ડૉ. હરનીશ બદામી ઉપરાંત બીજા ડોકટરો અને અન્ય નર્સિંગ સહિત 50 લોકોનો સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *