આઘાત જનક બનાવ! પોલીસ ઓફિસર ની પત્ની એ કરી આત્મ હત્યા પરિવારે હત્યાનો કર્યો દાવો અઢી વર્ષની દિકરી થઇ એકલી મહિલાની પતિએ જ કરી….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો માં જાણે શહન શક્તિ અને સમજણ નો અભાવ થઇ ગયો હોઈ તેમ લોકો નાની એવી બાબત ને લઈને આત્મ હત્યા કરવા લાગ્યા છે. આ બનાવ સમાજ માટે ખરેખર ખાતરની ઘંટી સમાન છે. કારણ કે જે રીતે લગભગ રોજ આત્મ હત્યા ના બનાવો સામે આવ્યા છે તેના કારણે સમાજમાં શોક ની સાથે ચિંતા નો પણ માહોલ છે. હાલમાં આત્મ હત્યા ને લઈને આવોજ એક ગંભીર બનાવ સામે આવી રહ્યો છે કે જ્યાં એક પોલીસ ઓફિસર ની પત્ની એ આત્મ હત્યા કરી છે.
આ ઘટના અંગે માહિતી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. આ દુખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે. મિત્રો મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરા જીલ્લાના પાદરા તાલુકાની છે. અહીના પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઓફિસર ની પત્નીએ આત્મ હત્યા કરી છે. ઘટના અંગે જાણ થતા સમગ્ર પોલીસ વિભાગ માં હડકંપ મચી જવા પામ્યો છે.
જો વાત મૃત્યુ પામેલી મહિલા અંગે કરીએ તો તેમનું નામ અંકિતા બહેન અપારથી છે કે જેમની ઉમર માત્ર ૨૫ વર્ષ હતી. જણાવી દઈએ કે અંકિતા બહેન ગીર સોમનાથ જીલ્લાના તલાલા તાલુકાના હડમસીયા ગામના રહેવાસી હાથ તમને લગ્ન ૬ વર્ષ પહેલા જ પાદરા તાલુકાના કોન્સ્ટેબલ ચિરાગ સાથે થયા હતા. તેઓ પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા અને તેમના સુખી સંસાર ની નીસની રૂપ તેમને એક અઢી વર્ષ ની દિકરી પણ છે.
જો કે આજે અચાનક અંકિતા બહેને પોતાની બાળકીનો વિચાર કર્યા વિના ઘરમાં જ ફાંસો ખાઈને આત્મ હત્યા કરી. આ બાબત અંગે જયારે ચિરાગ ને ખબર પડી ત્યારે તે હોસ્પિટલ માં દાખલ થઇ ગયો આત્મ હત્યા અંગે જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી અને અંકિતા બહેનની લાસને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.
બહેનના નિધન ની ખબર મળતા અંકિતા બહેનનો ભાઈ રવિ પરિવાર સાથે ઘટના સ્થળે પહોચ્યો અને તેને બહેન માટે ન્યાય ની માંગણી જણાવતા પોતાની બહેનની હત્યા કરવાનો આક્ષેપ બહેનના સાસરા પક્ષે લગાવ્યો રવિના જણાવ્યા અનુસાર તેની બહેને આત્મ હત્યા નથી કરી પરંતુ લગ્ન બાદ તેમનો પતિ ચિરાગ અને સાસરા તરફથી તેમને ઘણો ત્રાસ આપવામાં આવતો હતો. જેને કારણે બહેને આવું અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો અને સમગ્ર બનાવ ની નિષ્પક્ષ તપાસ કરી બહેને ન્યાય મળે તેવી પોલીસ ને રજૂઆત કરી. હાલમાં પોલીસ સમગ્ર બનાવ ને લઈને તપાસ કરી રહી છે.