‘તારક મેહતા…’ શોમાં વાંઢા રહેલા પોપટલાલ વિશેની આ વાત તમે પણ નહીં જાણતા હોવ ! અસલ જીવનમાં થઇ ચુક્યા છે લગ્ન, આટલી સુંદર પત્ની…જુઓ

છેલ્લા એક દશકથી સૌ કોઈ લોકો માટે મનોરંજનનું માધ્યમ બનેલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ સૌ કોઈના દિલો પર રાજ કરે છે. એક સમય હતો જયારે આ ટીવી શો ટીઆરપીમાં બધી જ ટીવી સિરિયલોને માત આપતો પણ એકાએક જ શોના અનેક કલાકારો શો છોડીને જતા રહેતા શોની ટીઆરપીમાં ઘટાડો થયો છે. એવામાં રોજબરોજની અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર આ શોને લઈને થતી હોય છે.

આજના આ લેખના માધ્યમથી અમે આ શોના એક એવા કલાકાર વિશે જણાવાના છીએ તેના વિશે તો તમે સૌ કોઈ જાણતા જ હશો. આ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ પોપટલાલ છે. શોમાં છોકરીઓની શોધમાં ગાંડા ઘેલા થતા પોપટલાલના અસલ જીવન વિશે વાત કરીએ તો પોપટલાલ અસલ જીવનમાં વિવાહિત છે અને તેઓને હાલ ત્રણ સંતાનો પણ છે. પોપટલાલનું અંગત જીવન ખરેખર ખુબ જ રસપ્રદ છે. તેઓ આ શો પેહલા પણ એક બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે.

મિત્રો જો વાત કરવામાં આવે તો ઓનસ્ક્રીન તો તમે પોપટલાલને જાણતા જ હશો પરંતુ શું તમે પોપટલાલના અંગત જીવન વિશે જાણો છો? તો ચાલો તમને જણાવી દઈએ. પોપટલાલનું અસલ નામ શ્યામ પાઠક છે તેઓએ પોતાની કરિયરની શરૂઆત તાઇવાનની એક ફિલ્મ દ્વારા કરી હતી જે બાદ તેઓએ અનેક ટીવી સિરિયલમાં કામ કર્યું હતું પરંતુ તેઓને અસલી ઓળખાણ તો તારક મેહતા શો દ્વારા જ મલ્યા હતા.

જણાવી દઈએ કે શ્યામ પાઠકની પત્નીનું નામ રેશમી છે. પોપટલાલની મુલાકાત રેશમી સાથે ત્યારે થઇ જયારે તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થઇ હતી. શ્યામ પાઠક વિશે જો વાત કરવામાં આવે તો તેઓનું સપનું હતું કે તેઓ ચાર્ટેડ એકાઉન્ટન્ટ બને પરંતુ અચાનક જ તેઓને કેવો ચસ્કો લાગ્યો કે તેઓએ ડ્રામા સ્કૂલમાં એડમિશન લઈને એક કલાકાર બનવા ચાલ્યા ગયા. હાલ પોપટલાલને સૌ કોઈ ઓળખી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *