મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. આપણે એ વાતથી પણ માહિતગાર છિએ માનવી ઘણો લાગણીશીલ છે. માટે તે ખુશ થવા માટે નાની નાની બાબતો પણ શોધતો હોઈ છે. આ સંસાર રૂપી જીવનમાં જ્યાં વ્યક્તિને પોતાનું જીવન એકલા વ્યતીત કરવાનું હોઈ છે તેવામાં તેની ઇચ્છા પોતાના મનપસંદ જીવન સાથી સાથે પોતાનું આખું જીવન વિતાવ્વની હોઈ છે.
આપણે સૌ જાણીએ છિએ કે તકલીફથી ભરપૂર આ જીવનમાં મનપસંદ વ્યક્તિ સાથે વિતાવેલા ક્ષણો કે તેના ચહેરા પર ની એક સ્માઈલ પણ આપણા આખા દિવસ અને મૂડને સુધારવા માટે ઘણી છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હવે પ્રેમી પંખીડાઓ ના દિવાસો આવી ગયા છે એટલે કે વેલેન્ટાઇન વીક ની શરૂઆત થઈ ગઈ છે.
તેવામાં પ્રેમી પંખીડાઓ અલગ અલગ અનેક દિવસો ની ઉજવણી કરશે અને પોતાના પ્રેમ ને એક બીજા માટે જાહેર કરશે. જો વાત આજના દિવસ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે પ્રપોઝ ડે છે. એટલે કે આજના દિવસે પ્રેમી પંખીડાઓ એક બીજા સામે પોતાના પ્રેમ નો ઇઝ્હાર કરે છે. તેવામાં આપણે અહીં અમુક રોચક અને ખાસ પ્રપોઝ વિશે વાત કરવાની છે કે જેના વિશે કોઈએ વિચાર્યુ પણ નહીં હોઈ.
સૌ પ્રથમ જો વાત ચેતન અને આયુષી વિશે કરીએ તો જણાવી દઈએ કે ચેતન એક સ્ટોક ટ્રેડર છે. તેમના લગ્ન આયુષી નામની યુવતિ સાથે થવાના છે જણાવી દઈએ કે આયુષી એક ડિઝાઇનર છે. જો વાત તેમના પ્રપોઝ ડે વિશે કરીએ તો જણાવી એ કે ચેતને આયુષી ને પ્રપોઝ કરવા માટે લોનાવાલામાં ગ્લેમરસ કેમ્પિંગ પ્લાન કર્યું. આ માટે ચેતને લોનાવાલામાં એક ખાસ જગ્યા પર તમામ સુવિધા સાથેનો એક ટેન્ટ બનાવડાવ્યો અને આયુષીને પ્રપોઝ કર્યું.
હવે જો વાત જૂહી અને રોહન અંગે કરીએ તો સૌ પ્રથમ જણાવી દઈએ કે રોહન એક ફિલ્મ મેકર છે જયારે જુહી કન્ટેન્ટ રાઇટર છે. જો વાત જૂહી અને રોહન ના પ્રપોઝ વિશે કરીએ તો જણાવી દઈએ કે રોહને દુબઇમાં સ્કુબા ડાઇવિંગમાં જૂહી ને પ્રપોઝ કર્યુ. જે બાદ આ પર્પોસલ ના જવાબમાં જુહીએ તેનો થંબ અપ કરીને પોતાની હા કહી.
હવે જો વાત હિના અને કિન ચોંગ અંગે કરીએ તો જણાવી દઈએ કે હિના અમદાવાદ ની રહેવાસી છે જ્યારે કિન ચોંગ ચિનનો છે જણાવી દઈએ કે હિના અને કિન ચોંગ ની મુલાકાત ઓસ્ટ્રેલિયા માં અભિયાસ દરમિયાન એક ઇન્સ્ટિટ્યૂટમાં થયો હતો. જે બાદ કિન ચોંગે અનોખા અંદાજમા હિના ને પ્રપોઝ કરી. આ માટે કિને લવ ઇઝ ઇન ધ એર કોન્સેપ્ટ પર આધારિત હીનાને પ્રપોઝ કર્યું અને મેલબોર્નમાં સ્કાય ડાઇવિંગ કરીને 15000 ફૂટની ઊંચાઈ પર હીનાને પ્રપોઝ કર્યું.