પૂજ્ય મોરારી બાપુ બોટ દુર્ઘટનામાં મૃત પામેલા બાળકોના પરિવારજનોને વ્હારે આવ્યા, સહાય અર્થે અર્પણ કરશે આટલી રાશિ…
વડોદરામાં બનેલ બોટ દુર્ઘટનાને કારણે પ્રધાનમંત્રી સહીત અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુઃખદ ઘટનામાં 12 બાળકોના મોત થયા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે, જે અંર્તગત કેન્દ્ર સરકાર તરફથી મૃતકોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને 50 હજાર તેમજ રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.
આ દુઃખદ ઘટનાને પગેલે સેવાકીય કાર્યમાં સૌથી અગ્રેસર રહેતા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ પણ આ દુર્ઘટનામાં પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં પણ જાહેરાત કરી હતી અને હવે ફરી એકવાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવતા ફરી એકબાર આર્થિક સહાય જાહેર કરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે, ત્યારે આ દુઃખદ ઘટના અંગે તેમને દુઃખ વ્યક્ત કર્યું તેમજ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ ઘટનામાં મુત્યુ પામેલાના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે.
વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.