8 મહિના ના દીકરા ને મૂકી પિતા એ ભારત દેશ માટે શહિદી વહોરી લીધી સલામ છે આ વીર જવાન ને!
ભારત દેશ ના આર્મી જવાનો નેં સલામ છે. આર્મી ના જવાનો પોતાના દેશ માટે કઈ પણ કરી શકવા માટે પોતાના પ્રાણો ની આહુતિ રાજીખુશી થી આપી દેતા હોય છે. ભારત માં અમુક યુવાનો નું નાનપણ થી જ સપનું હોય છે કે તે આર્મી માં જય ને પોતાના દેશ ની સેવા કરે. યુવાનો આર્મી માં જોડાવા માટે રાત દિવસ એક કરી ને પોતાનું સપનું પૂરું કરે છે.
ભારત ના યુવાનો જયારે આર્મી માં જાય છે ત્યારે તેને પણ ખબર નથી હોતી કે તે પાછો ઘરે આવશે કે નહિ. જવાનો પોતાની ફરજ ખુબ જ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. જવાનો ઘણી વાર લગ્ન કરવાની ઉમર માં પણ શાહિદ થઇ જતા હોય છે. એવી જ એક શહિદ જવાન ના મૃત્યુ ની ઘટના સામે આવી છે. જવાન તેના માત્ર 8 જ મહિના ના બાળક ને છોડી ને ભારત દેશ માટે શહિદ થઈ ગયો છે.
શ્યોપુર ના સંતરામ ઘણા સમય થી ભારતીય સેનામાં પોતાની ફરજ બજાવતા હતા. તેના ઘરે 8 મહિના નો દીકરો છે. દીકરા નો જન્મ થતા પરિવાર અને પિતા ની ખુશી નો પાર ન હતો. દીકરા નો જન્મ થતા તે પોતાના દીકરાનું મોઢું જોવા ઘરે આવ્યા આવ્યા હતા. જયારે તે ફરજ પર પાછા ફર્યા ત્યારે બાદ તેનો મૃતદેહ જ ઘરે આવ્યો.
દીકરા ને જોઈ ને ફરજ પર પાછા ફરતા જ તે શહીદ થઇ ગયા. સંતરામ ના ઘરે આ વાત ની ખબર પડતા પરિવાર રોઈ રોઈ ને અડધો થઇ ગયો. સંતરામ નું પાર્થિવ શરીર તેમના ગામમાં આવ્યું ત્યારે આખા ગામમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ. પત્ની પોતાના દીકરા ને લઇ ને ખુબ જ રડી રહી હતી. દીકરા ને શું ખબર કે તેના પિતા ચાલ્યા ગયા છે. પિતા નો ફોટો શ્રધાંજલિ માટે રાખેલો હતો. 8 વર્ષ નો દીકરો પિતા ના ફોટા ને પગે હાથ ફેરવે છે તેને પણ શું ખબર કે આ તેના પિતા નો ફોટો છે. દ્રશ્ય એટલું દુઃખદ હતું કે ઉભેલા ની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા.