India

દેશના આટલા રાજ્યોમા જામશે કમોસમી વરસાદ હવામાન વિભાગે કરી મોટી આગાહી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં જે એક બાજુ શિયાળાની કડકડતી ઠંડી લોકોની થીજાવી રહી છે ત્યાં બીજી બાજુ કમોસમી વરસાદે પણ લોકોને ઘણા હેરાન કર્યા છે ખાસ તો ખેડૂતો આવા કમોસમી વરસાદને કારણે ચિંતામાં છે કારણકે શિયાળામાં ઉત્પન્ન થતા આ શિયાળા પાકને આવો કમોસમી વરસાદ ઘણું નુકશાન પહોંચાડી રહ્યું છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ જ વખતે વરસાદની ઋતુ સમગ્ર દેશ માટે ઘણી સારી સાબિત થઇ છે વરસાદના કારણે દેશ પરથી જળસંકટ ઘણો હળવો બન્યો છે તેવામાં જ્યારે વરસાદની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને શિયાળો શરૂ થઈ ગયો છે છતાં પણ વરસાદે હજી વિદાય લીધી નથી હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસો માટે કમોસમી વરસાદને લઈને ઘણી મોટી આગાહી કરવામાં આવી છે તો ચાલો આપણે આ આગાહી વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

મિત્રો હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આટલા રાજ્યોમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ અને ગાઢ ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભગે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ભારતમાં કમોસમી વરસાદ જોવા મળશે. જો વાત કયા રાજ્યો માં વરસાદ પડશે તે અંગે કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે આવો કમોસમી વરસાદ પંજાબ અને હરિયાણા ઉપરાંત ચંદીગઢ, દિલ્હી સાથો સાથ ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે.

જણાવી દઈએ કે આ રાજ્યો માં વરસાદ જોવા મળશે પણ તેનું જોર ઓછું હશે. આ ઉપરાંત દેશના અન્ય વિસ્તારો જેવાકે મધ્યપ્રદેશ અને વિદર્ભ ઉપરાંત પૂર્વ ભારત અને છત્તીસગઢમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે. કમોસમી વરસાદ ની સાથે અનેક વિસ્તારો માં ધૂમમસ પણ લોકો ને હેરાન કરશે.

જો વાત કમોસમી વરસાદ ને લઈને રજ્ધાની દિલ્લી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વખતે દિલ્હીમાં જાન્યુઆરીમાં પડેલા આવા કમોસમી વરસાદે રાજ્યના છેલ્લા 22 વર્ષના રેકોર્ડ ને તોડી નાખ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં આશરે 41 મીમી વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદ ના કારણે રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *