India

ઠંડી હજી ગઈ નથી ! દેશ ના આ રાજ્યો મા હજી થય શકે છે વરસાદ અને બાદ મા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળા નો સમય ચાલી રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે આજ વખતે ઠંડી પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી રહી છે અને લોકોને વધુ ને વધુ ઠરાવી રહી છે. તેવામાં જ્યાં લોકો એક તરફ કાતિલ ઠંડી ના કારણે હેરાન થઈ રહ્યા છે. તેવામાં વરસાદે પણ અનેક પ્રદેશમાં પોતાની અસર બતાવી છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આજ વખત નો વરસાદ નો સમયગાળો દેશ માટે ઘણો સમૃદ્ધ સાબિત થયો છે. જ્યાં એક બાજુ મુશળધાર વરસાદે સમગ્ર દેશ માં પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી. ત્યાં બીજી બાજુ ઘણા એવા પ્રદેશો પર હતા કે જ્યાં ભારે વરસાદ ના કારણે પૂરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

તેવામાં શિયાળા ની શરૂઆત ની સાથો સાથ કમોસમી વરસાદે પણ દેશમાં પોતાની હાજરી બતાવી છે. આવા કમોસમી વરસાદ ની સૌથી વધુ અસર ખેડૂતો ને થઈ છે કારણકે આવા વરસાદ ને કારણે શિયાળા પાકને ઘણું નુકશાન થયું છે હાલમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ઠંડી ને લઈને મોટી આગાહી કરવામા આવી છે.

જણાવી દઈએ કે હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, દેશમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આશંકા છે. ઉપરાંત પહાડી વિસ્તાર જેવાકે હિમાલયના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. જ્યારે વાત મેદાની વિસ્તાર અંગે કરીએ તો આવનારા 4 અને 5 ફેબ્રુઆરીએ સમગ્ર બિહારમાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી અને યુપી ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ અને હરિયાણા, પંજાબમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આશંકા છે, જે ઠંડી માં વધારો કરી શકે છે. સાથો સાથ 7 ફેબ્રુઆરી સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થશે. માટે આવનાર સમય માં ફરી લોકોને કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ નો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *