રાજકોટ- રીલ્સ બનાવવાની ઘેલછા- પાંચ યુવાનો એ કરી નાખ્યું ગુનાહિત કૃત્ય..એકબીજા ને ફટકાર્યા ધોકા…
આજકાલ ના યુવાનો સોશિયલ મીડિયા ના રવાડે ખુબ જ ચડી ગયેલા છે. એટલે કે, સોશિયલ મીડિયા માં ફેમસ થવાનું આજના યુવાનો ને એવું ભૂત ચડ્યું છે કે, રીલ્સ કે વિડીયો બનાવવાના ચક્કર માં ને ચક્કર માં ગુનાહિત કૃત્યો પણ કરી બેસતા જોવા મળે છે. લોકો એવા એવા સ્ટન્ટ ના વિડીયો વાયરલ કરતા હોય છે કે, તે પોતાના જીવ ને જોખમ માં મૂકી દે છે. રાજકોટ માં પાંચ યુવાનો એવા કામ માં પોલીસ ના હાથે ચડ્યા કે સાંભળી ને ચોકી ઉઠશે.
વિગતે જાણી એ તો, રાજકોટ માં માલવિયા નગર વિસ્તાર ના પોલીસ સ્ટેશન ના અધિકારી એ બે યુવકો ની ધરપકડ કરી હતી. આ બે યુવકો અને તેની સાથે અન્ય ત્રણ યુવકો આ પાંચેય યુવકો રીલ્સ બનાવવાના ચક્કર માં ગુનો કરી બેસ્યા હતા. જાણવા મળ્યું કે, આ પાંચેય યુવાનો પહેલા રાજકોટ ના રસ્તા પર ગાડી માં જતા હતા. ત્યારબાદ રસ્તા ના કિનારે ગાડીઓ ઉભી રાખી.
ગાડી ઉભી રાખીને અચાનક જ એકબીજા પર ધોકા અને લાકડીઓ વડે હુમલો કરવા લાગ્યા. આ બધા યુવકો આવી કોઈ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માંગતા હતા. અને આથી તે અંદરો અંદર એજબીજ પર જ હુમલાઓ કરવા લાગ્યા અને સાચે જ એકબીજા ને ધોકા વડે ફટકારતા હતા. બાદ માં એવો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
આ બાબતે માલિવિયા નગર ના પોલિસ ના અધિકારીઓ એ વિડીયો ના આધારે બે યુવકો ની ધરપકડ કરી હતી. અને અન્ય ત્રણ યુવાનો ની શોધખોળ હજુ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું કે, આ પાંચેય યુવકો માં એક સગીર યુવક પણ શામિલ હતો. ધરપકડ કરાયેલ બે યુવકો ના નામ સાગર ડોડીયા અને અભિષેક હરણેશાની છે. આ બાબતે એ.સી.પી- જે.એસ.ગેડમે એ જણાવ્યું હતું કે, આવા વિડીયો બનાવવાના ચક્કર માં યુવનો પોતાના જીવ ને જોખમ માં નો મૂકે. અને આ ઘટના ની માહિતી પણ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!