India

આ દુખિયારી માતા ની કહાની જાણી રડી પડશે..લગ્ન ના 13-વર્ષ માં પાંચ બાળકો ને ગુમાવ્યા અંતે 13-માં વર્ષે એવું થયું કે…

Spread the love

આપણા સમાજ માં ક્યારેક ક્યારેક એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણે હચમચી જતા હોઈએ. પતિ-પત્ની ના લગ્ન બાદ તેમના જીવન માં તેના બાળકો ના જન્મ થતા જ આખા ઘર માં અનોખી ખુશી છવાય જતી હોય છે. પતિ-પત્ની ના જીવન માં બાળકો નું સ્થાન અનેરું છે. પણ એક દુખિયારી માતા ની કહાની સાંભળી ને તમે પણ રડી પડશે. માતા એ લગ્ન જીવન બાદ પાંચ બાળકો ને ગુમાવ્યા અને ત્યારબાદ 13-વર્ષ બાદ એક દીકરી સ્વસ્થ જન્મી હતી.

વધુ વિગતે જાણીએ તો, ઘટના કંઈક એવી છે કે, મધ્યપ્રદેશ ના ભોપાલ માં રહેતી મોહમ્મદ ઇસરા નામની યુવતી ના લગ્ન 13-વર્ષ અગાઉ થયા હતા. તેણે જણાવ્યું કે, 12-વર્ષ માં તેણે પાંચ બાળકો ને ગુમાવ્યા છે. જેમાં તેણે કહ્યું કે, તેના લગ્ન ના બીજા જ વર્ષે તેણે આઠમા મહિને સીઝીરીન દ્વારા એક દીકરા ને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરા ના જન્મ બાદ બીજા જ દિવસે તે મૃત્યુ પામ્યો.

ત્યારબાદ અઢી વર્ષે તે ફરી માતા બનવાની હતી ત્યારે ફરી આઠમા મહિને તેની તબિયત બગડી હતી. આથી ડોક્ટરો સીઝીરીન કરાવવા કહ્યું ત્યારે સીઝીરીન દ્વારા એક પુત્રી ને જન્મ આપ્યો. પરંતુ તે પણ મૃત્યુ પામી હતી. આ ઉપરાંત તેણે જણાવ્યું કે, અન્ય ત્રણ બાળકો ના જન્મ જ ન થયા અને તે તેના કૂખ માં જ મૃત્યુ પામ્યા હતા.

ઇસરા ના પરિવારે મુંબઈ, નાગપુર ની મોટી મોટી હોસ્પિટલ માં સારવાર કરાવી હતી. છતાં, પણ કઈ જ થતું ન હતું. દિવસે ને દિવસે તે હિંમત હારતી જતી હતી. વિવિધ શહેરો ની હોસ્પિટલ માં તે અને તેનો પરિવાર ભટકતો હતો. અંતે ભગવાને તેની સામું જોયું અને તેની ઇરછા લગ્ન ના 13-માં વર્ષે પુરી થઇ. ઇસરા એ જણાવ્યું કે, એક દિવસ તેને ભોપાલ ની રોશની હોસ્પિટલ ની માહિતી મળી.

રોશની હોસ્પિટલ માં તે નિરાશ મોઢે ગઈ હતી. પરંતુ ત્યાં તે સફળ થઇ. ભોપાલ ની રોશની હોસ્પિટલ માં નિઃસંતાન પીડિત મહિલાઓ ની સારવાર થાય છે. અને ત્યાં તેની લાંબી સારવાર બાદ તેણે એક દીકરી ને જન્મ આપ્યો તે હવે સ્વસ્થ છે. આમ ઘણી બધી મુશ્કિલો નો સામનો કર્યા પછી મોહમ્મદ ઇસરા ને માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *