રાજકોટ ના કપલે એવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યુ કે નિર્ણય જાણી ચારે કોર વાહ વાહ થઈ ગઈ! ધામ ધુમ થી નહી અને ખોટા ખર્ચા…
હાલમાં જ ચારો તરફથી લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે
રાજકોટ ના કપલે એવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યુ કે નિર્ણય જાણી ચારે કોર વાહ વાહ થઈ ગઈ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પ્રસંગને યાદગાર કરવા માટે અલગ અલગ થીમનુ આયોજન કરે છે. એક એવી જોડીની વાત કરીશું કે જેમણે લગ્નમાં પૈસાનું પાણી કરીને નહીં પણ ગરીબોની સેવા કરીને પછી સાત ફેરા લેશે.
કાલાવડ તાલુકાના આણંદપર અને સાંઢવાયાની છે, જ્યાં 7,8 અને 9 માર્ચે અનોખો માંગલિક પ્રસંગ યોજાશે. ગોબરભાઈ જેસડિયાના પુત્ર અમિતભાઈના લગ્ન પણ સારા પરિવારની લાડલી દીકરી રાધા સાથે યોજાવા થઈ રહ્યાં છે.
કાલાવડ તાલુકાના આણંદપર અને સાંઢવાયાની છે, જ્યાં 7,8 અને 9 માર્ચે અનોખો માંગલિક પ્રસંગ યોજાશે. ગોબરભાઈ જેસડિયાના પુત્ર અમિતભાઈના લગ્ન પણ સારા પરિવારની લાડલી દીકરી રાધા સાથે યોજાવા થઈ રહ્યાં છે.
વરરાજાએ કહ્યુ કે, મારા લગ્ન એકદમ સાદાઈથી કરવા માંગુ છું. કારણ કે હું ગરીબ પરિવારમાંથી આવુ છું. એક સમય એવો હતો કે કોઈ અમને રાશન પણ આપતું ન હતું. આજે હું જેને માનુ છું એવા મા ખોડલ અને મારા બહેન જે અત્યારે આ દુનિયામાં નથી તે જીજ્ઞાબેનની દયાથી મારે અત્યારે ખુબ સારૂ છે.
એટલે મે વિચાર્યું કે એવા કપરા સમયમાં મને ઘણા લોકોએ મદદ કરી હતી તો અત્યારે મારો સમય છે તો હું પણ બધાને મદદ કરૂ. જેથી મે મારા લગ્ન પ્રસંગમાં 7,8 અને 9 માર્ચ એ દિવસ ગામની ગૌશાળામાં ગાયોને ઘાસચારો, ગામની સ્કુલમાં બાળકોને લંચ બોક્સનું વિતરણ.
કાલાવડમાં આવેલાવૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તાનું અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તાનું વિતરણ કરીને પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું છે. સાસરીમાં પક્ષવાળાએ પણ વાતમાં ખુબ સાથ અને સહકાર આપ્યો. તેમને કહ્યું કે આ ખુબ જ સારૂ કામ છે.