બે મહિના અગાઉ 42-વર્ષ ના આધેડે 15-વર્ષ ની સગીર ની કરેલ હત્યા માં આરોપી રાજુ પટેલ ને મળી આ સજા, સજા જાણી ચોકી જશે.
બે મહિના અગાઉ 17 ઓગસ્ટ ના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામની અંદર 15 વર્ષની કૃપા પટેલ તેની બહેનપણી સાથે સાંજના સમયે એક ઠંડા પીણા ની દુકાન ઉપર પહોંચી હતી ત્યારે ત્યાં રાહ જોઈ બેસેલા 42 વર્ષના આધેડ રાજુ પટેલે તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ગામના લોકોએ ભેગા થઈને સગીરાને હોસ્પિટલ ખસેડવાની કોશિશ કરી હતી.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ 15 વર્ષની કૃપા નું મૃત્યુ નીપજી ગયું હતું. 42 વર્ષનો રાજુ પટેલ તેની ભત્રીજી ની મિત્ર કૃપા ના પ્રેમમાં એક તરફે પાગલ હતો અને આ બાબતે તેણે તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને પરિવારજનો દ્વારા રાજુ પટેલને ફાંસી મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
આખરે રાજુ પટેલ નો કેસ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને કોર્ટનો ફેસલો બે મહિના બાદ આવી ચૂક્યો છે. જેમાં રાજુ પટેલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે પરંતુ પરિવારજનો દ્વારા તેને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં આ ઘટના બનતા એ સમયે ઘટનાના પડઘા પડ્યા હતા. પરંતુ આ કેસમાં રાજુ પટેલને માત્ર આજીવન કેદની સજા થતા પરિવારજનોમાં અને લોકોમાં હજી કંઈક ને કંઈક અસમંજસ જોવા મળે છે અને રાજુ પટેલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.
આવી ઘટના ગુજરાતમાં ઘણી વખત બનતી હોય છે અને આવા લોકોને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આમ પણ આપણા સમાજમાં સ્ત્રીઓ અને દીકરીઓ પ્રત્યે ખરાબ નજરથી જોવા વાળા અનેક લોકો સામે આવતા હોય છે અને દીકરીઓ અને સ્ત્રીઓ ઉપર ઘણા બધા અત્યાચારો થતા હોય છે. ક્યારેક બળાત્કારના અત્યાચાર તો ક્યારેક હત્યાના અત્યાચારો પણ કરવામાં આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!