ગાયક રાકેશ બારોટના પરિવારમાં આવ્યો નાનો મેહમાન ! ખુદ ગાયકે તસવીરો શેર કરી લખ્યું ‘મારા ઘરે દી….જુઓ આ ખાસ તસવીરો
ગુજરાતી ગાયક કલાકાર રાકેશ બારોટના આંગણે ખુશીઓ છવાઈ ગઈ છે. હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા તેમણે પોતાના ચાહકોને ખુશીઓના સમાચાર આપ્યા છે. તમને જાણીને આશ્ચય થશે કે રાકેશભાઈ પિતા બની ગયા છે અને તેમના ઘરે નાંના મહેમાનનું આગમન થયું છે. ત્યારે તેમણે આ ખુશી સૌ સાથે શેર કરી છે. સોશિયલ મીડિયામાં પોતાના બાળકની તસવીરો પણ પોસ્ટ કરી છે. તમે પણ જાણવા આતુર હશો કે આખરે રાકેશ બારોટના ઘરે શું આવ્યું છે? ચાલો અમે આપને જણાવીએ.
રાકેશ બારોટ સોશિયલ મીડીયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની દરેક ખુશીઓની વાત સોશિયલ મીડીયામાં શેર કરે છે, ત્યારે તેમણે પોતાની ખુશી શેર કરતાં લખ્યું છે કે, દેવી ની કૃપા થી આજ મારા ઘરે દિકરા નો જન્મ થયો છે. પોતાના દીકરાની તસવીરો પણ શેર કરી છે. રાકેશ બારોટનો દીકરો ખૂબ જ ક્યૂટ અને માસૂમ લાગી રહ્યો છે. આ દીકરાની તસવીરો જોઈને સૌ કલકારો, પરિવારજનો અને ચાહકોએ અભિનંદન પાઠવ્યા છે. પુત્ર રત્નની પ્રાપ્તિ થતાં રાકેશ બારોટ ખૂબ જ ખુશ છે.
ખરેખર ગુજરાતને પોતાનો ભાવિ સિંગર પણ મળી જ ગયો છે કારણ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. રાકેશ બારોટના દીકરાને સંસ્કાર અને વારસામાં સંગીતની કળા મળી જ હશે. ભવિષ્યમાં મોટો થઈને ગાયક કલાકાર બને તો નવાઈ નહિ. ખરેખર હાલમાં ગુજરાતી કલાકારોમાં ખુશીઓનો માહોલ છવાઇ ગયો છે. હવે જોવાનું રહ્યું કે રાકેશ બારોટ પોતાના દીકરાનું નામ શું રાખે છે અને તેનું સ્વાગત કેવું છે એ દરેક માહિતી અમે આપને જણાવતા રહીશું.
આપણે જાણીએ છે કે રાકેશ બારોટને સંતાનમાં એક દીકરી હતી અને હવે દીકરાનો જન્મ થતાં જ તેમનો પરિવાર સંપૂર્ણ થયો છે અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.
હાલમાં રાકેશ બારોટે પણ પોતાના દીકરાના જન્મની ખુશીઓ તમામ લોકો સાથે શેર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ તેમના દીકરાની તસવીરો વાયરલ થઈ રહી છે, ખરેખર આ ખુશીના સમાચાર ખૂબ જ રૂડા છે.