Entertainment

રામાયણ ની આ મહિલા કલાકાર રામાયણ સિરયલ સમયેજ માતા બની જે બાદ તેમણે રામાયણ સિરયલ માટે કહીંયુ એવું કે……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા માટે મનોરંજન ઘણું જરૂરી છે. તેવામાં દેશમાં અનેક એવા માધ્યમો છે કેજે મનોરંજન પુરા પડે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ને જીવનમાં આગળ વધવું હોઈ તો તે વ્યક્તિને ઇતિહાસ અને પોતાના ધર્મ અંગે માહિતી હોવી જરૂરી છે, તેવામાં હાલમાં અનેક એવા ડારેક્ટર પ્રોડ્યુસર છે કેજે પોતાની ફિલ્મ અને સિરયલ દ્વારા લોકોને પોતાનો ઇતિહાસ અને ધર્મ યાદ આપાવે છે.

આપણે અહીં એક એવી જ સીરીયલ અને તેમના કલાકારો અંગે વાત કરવાની છે. મિત્રો આપણે અહીં જે સિરિયલ વિશે વાત કરવા જઈ રહ્યા છે. તેણે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકોએ પોતાનો પુસ્કળ પ્રેમ આ સિરિયલ પર વર્ષાવ્યો છે. મિત્રો આપણે અહીં રામાનંદ સાગર ની લોકપ્રિય ધારાવાહિક ” રામાયણ ” અંગે વાત કરવાની છે.

મિત્રો જણાવી દઈએ કે આ ધારાવાહિક પોતાના સમયનો સૌથી લોક પ્રિય ધારાવાકહીક હતો. અને અત્યારે પણ તેની લોક ચાહના એટલી જ છે. હાલમાં જયારે કોરોના ના કારણે લોકડાઉન જાહેર થયું હતું ત્યારે સરકાર દ્વારા આ કાર્યક્રમ ને ફરી બતાવવા અંગે ની જાહેરાત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ત્યારે ફરી એકવાર આ કાર્યકર્મે નવા રેકોર્ડ સ્થપિત કર્યા હતા. આ ધારાવાહિક નાના મોટા દરેક વ્યક્તિને જોવો પસંદ છે. વળી તેના કારણે આપણને આપણી સંસ્કૃતિ અંગે પણ માહિતી મળે છે.

આ શો માં કામ કરનાર કલાકારો ને પણ લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આજે પણ શોના એવા ઘણા કલાકારો છે. જેને લોકો તેમના સાચા નામથી નહિ પરંતુ તેમણે રામાયણ સિરિયલ માં જે પાત્ર ભજવ્યું હતું તેના નામથી ઓળખે છે. આપણે અહીં એક એવીજ મહિલા કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ આ શો દરમિયાન માતા બની હતી અને તેમણે આ શો વિશે શું કહીંયુ તે તમામ બાબત અંગે માહિતી મેળવશુ.

મિત્રો આપણે અહીં સસ કાર્યક્રમ માં ત્રિજટા નું પાત્ર ભજવનાર કલાકાર વિભૂતિ પરેશ ચંદ્ર દવે વિશે વાત કરવાની છે. જો કે જણાવી દઈએ કે તેઓ હાલ આપણી વચ્ચે નથી વર્ષ 2006માં હદય હુમલાના કારણે તેમનું અવશાન થયું હતું. જો વાત વિભૂતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ગુજરાત ના સુરત ના રહેવાસી હતા. તેમના પતિ નું નામ પરેશ ભાઈ છે. તેમણે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે જયારે વિભૂતિ પોતાના ગરબા ગૃપ સાથે ઉમરગામ ગયા હતા. ત્યારે તેમની સાદગી અને તેમની બોલવાની છટાથી પ્રભાવિત થઈને રામાનંદ સાગરે તેમને ત્રિજટા નું પાત્ર આપિયું હતું.

જણાવી દઈએ કે આમતો કોઈ મીડિયા રિપોર્ટમાં વિભૂતિ ના બાળકો અંગે માહિતી નથી પરંતુ શોની લીડ અને માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાએ જણાવ્યું હતું કે મને તેમના વિશે વધુ માહિતી નથી પરંતુ એટલું યાદ છે કે તેમણે આ કાર્યક્રમ સમયે બાળકીને જન્મ આપ્યો હતો. જો કે આ અગાઉ તેમને કોઈ સંતાન ના હતું. તેમણે કહીંયુ કે આ શોની બદોલત ભગવાને મારો ઈચ્છા પુરી કરી છે અને બાળકીનો જન્મ થયો છે. જણાવી દઈએ કે વિભૂતિ નો દેખાવ ઘણો જ સારો હતો તેમને આ પાત્ર માટે મેકપ કરીને કાળા કરવામાં આવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *