બાળલગ્ન જેવી કુપ્રથાને બતાવવા માટે આ કલાકારોએ હકીતમાં કર્યા હતા ઓનસ્ક્રીન બાળલગ્ન જેમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકો ટીવી નો ઉપયોગ મનોરંજન મેળવવા માટે કરે છે. ટીવી પર જોવા મળતા વિવિધ શો પૈકી ઘણા શો લોકોને મનોરંજન સાથો સાથ અનેક સંદેશ પણ આપે છે. આવા શો લોકોને કુપ્રથા છોડવા અંગે અને બદલાતા સમય સાથે પોતાને પણ બદલતા રહેવા માટે પ્રોત્સાહન પૂરું પડે છે. જે પૈકી એવા ઘણા શો હોઈ છે કેજે સમાજ માં જોવા મળતી અનેક કુપ્રથાઓ પર પોતાની સિરિયલ બનાવે છે. લોકોને આવી કુપ્રથા થી જાગૃત થવા જણાવે છે. અને મોટા સમાજમાં મોટા પાયા પર પરિવર્તન પણ લાવે છે.
આપણે અહીં એવા ઘણા શો વિશે વાત કરવાની છે કે જેમણે સમાજમાં જોવા મળતી બાળલગ્ન જેવી કુપ્રથા અંગે લોકોમાં જાગૃકતા લાવવા માટે ના પ્રયાસો કરે છે. અને એવા કલાકારો વિશે પણ વાત કરશું કે જેમણે બાળલગ્ન ની આવી સીરિયલમાં ઓનસ્ક્રીન બાળલગ્ન પણ કર્યા છે. તો ચાલો આપણે આ તમામ શો અંગે વિગતે માહિતી મેળવીએ.
આ યાદીમાં સૌથી પહેલું નામ બેરિસ્ટર બાબુ નું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ શોએ લોકોમાં ઘણી મોટી લોકચાહના મેળવી છે. અને તેમાં બાળ લગ્ન જેવી કુપ્રથા બતાવવામાં આવી છે. જો વાત આ શોના કલાકાર અંગે કરીએ કે જેમણે ઓન સ્ક્રીન બાળ લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ શોમાં બોદીતા નું પાત્ર ભજવનાર ઓરા ભટનાગર છે.
આ યાદીમાં આગળ સૌથી લોક પ્રિય શો બાલિકા વધુ નો પણ સમાવેશ થાય છે. મિત્રો આ શો ની લોક પ્રિયતા એટલી છે. કે લગભગ દરેક ઘરમાં આ શો જોવાતો હતો. લોકોએ આ શોને ઘણોજ પ્રેમ આપ્યો છે. મિત્રો જણાવી દઈએ કે આ શો કલર્સ પર આવતો હતો. આ શોના બંને મુખ્ય પાત્ર આનંદી અને જગ્યા ને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. જણાવી દઈએ કે આ શોમાં પણ બાળ લગ્ન અંગે વાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે શો માં આનંદી નું પાત્ર અવિકાએ અને જગ્યા નું પાત્ર અવિનાશ મુખર્જીએ ભજવ્યું છે.
જણાવી દઈએ કે આ શોની સફળતા બાદ તેનો બીજો ભાગ પણ આવ્યો છે. જેને પણ લોકો ઘણો પ્રેમ આપે છે. આ યાદીમાં બાલિકા વધુ 2 નો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે શો માં આનંદી અને જગ્યા નું પાત્ર ભજવનાર કલાકાર નું નામ વંશ સયાની અને શ્રેયા પટેલ છે. આ શોમાં પણ બાળલગ્ન ની કુપ્રથાને બતાવવામાં આવી હતી.
ઉપરાંત આ યાદી માં ઇમલી કાર્યક્રમ નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ સ્ટાર પ્લસ ચેનલ પર આવે છે, જેમાં પણ બાળલગ્ન અંગે વાત કરવામાં આવે છે કે કેવી રીતે શોની લીડ અને શોમાં ઇમલીનું પાત્ર ભજવનાર અદાકારા સુબુલ તૈકારી ને પરાણે બાળલગ્ન કરવા માટે મજબુર કરવામાં આવે છે. જોકે આ શો લોકોને ઘણો મનોરંજિત કરી રહ્યો છે.
આ ઉપરાંત પહેરેદાર પિયાકી સિરિયલ પણ આ યાદીમાં છે. આપણે સૌ આ સિરિયલ વિશે જાણીએ છીએ કે જ્યાં એક નાની ઉંમરના બાળકના લગ્ન તેનાથી મોટી કન્યા સાથે કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ સિરિયલ માં તેજસ્વી પ્રકાશ તે કન્યા નો રોલ કરીયો હતો તેમનું નામ શોમાં દિયા રતન સિંહ હતું.
આ ઉપરાંત લોક પ્રિય ધારાવાહિક તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં પણ આ યાદીમાં સામેલ છે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ શો આમતો એક કોમેડી શો છે જેને છેલ્લા ઘણા સમયથી લોકોને ઘણું મનોરંજન પૂરું પડ્યું છે. તેવામાં આ શૉમાં એવા એક ભાગ હતો કે જ્યાં શોમાં ચંપક ચાચા ટાપુના બાળલગ્ન કરવા માંગે છે. અને ટપ્પુ પણ સાઇકલ ની લાલચ માં લગ્ન માટે તૈયાર થઇ જાય છે.