ફેમસ ગીત “જમાલ કુડુ” પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કર્યો ડાન્સ ! થયું એવું કે અચાનકજ રણબીર કપૂરે…જુઓ વિડીયોમાં શું થયુ
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેની પત્ની અભિનેત્રી આલિયા ભટ્ટ માટે વર્ષ 2024ની શરૂઆત ખૂબ જ સારી રહી. આલિયા અને રણબીર બંનેએ 28 જાન્યુઆરી, રવિવારના રોજ યોજાયેલા 69મા ફિલ્મફેર એવોર્ડમાં જીત મેળવી હતી. જ્યાં રણબીરને ફિલ્મ ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તે જ સમયે, આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. એટલે કે આ વખતે બંને એવોર્ડ રણબીરના ઘરે પહોંચી ગયા છે. આ દરમિયાન આલિયા અને રણબીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક એવોર્ડ ફંક્શનમાં પત્ની સાથે ડાન્સ અને કિસ કરતો જોવા મળ્યો હતો.
69માં ફિલ્મફેર એવોર્ડ દરમિયાનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ સૌથી વધુ ચર્ચામાં આવેલ વીડિયો રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો છે. આ વીડિયોમાં રણબીર 69માં ફિલ્મફેર એવોર્ડ સ્ટેજ પર તેની ફિલ્મ ‘એનિમલ’ના હિટ ગીત ‘જમલ કુડુ’ પર ડાન્સ કરતો જોવા મળે છે.
પરંતુ તે અચાનક સ્ટેજ પરથી નીચે આવી ગયો અને તેની પત્ની આલિયા સાથે ડાન્સ કરવા લાગ્યો. રણબીર અને આલિયા બંનેએ માથા પર ચશ્મા લગાવીને ડાન્સ કર્યો હતો. આલિયા પણ રણબીરના આ જ ડાન્સ સ્ટેપ્સને ફોલો કરતી જોવા મળી હતી. આ પછી, બહાર નીકળતી વખતે રણબીરે આલિયાને ગાલ પર કિસ કરી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો આ વીડિયો તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ અંગે કોમેન્ટ કરતા ઘણા યુઝર્સ રણબીરને જેન્ટલમેન કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘રણબીર અને આલિયા સુખીમય જીવન જીવે છે. તેમની પુત્રી ખૂબ નસીબદાર છે. એકે લખ્યું, ‘તેમનું કપલ ખૂબ જ ક્યૂટ છે.’ આવી બીજી ઘણી કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.
View this post on Instagram