શું રશિયા યુદ્ધ હારી રહ્યું છે? શામાટે પુતિનની વિશાળ સેના યુક્રેન નથી જીતી શકતી? રશિયા નબળું પડ્યાનો દાવો..
આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા લગભગ 21 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વ ચાલી રહ્યું છે તેવામાં દિવસે ને દિવસે આ યુદ્ધ ના વિકારાળ રૂપ પણ આપણે જોયા હતા. પરંતુ હવે યુદ્ધ હળવું પડી રહ્યું છે. રશિયા પાસે સૈનિકો અને સૈન્ય સામગ્રી ખાલી થઈ રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ તમામ વાતો વચ્ચે આજે એક મહત્વ ના સમાચાર સામે આવ્યા છે કેજે વિશ્વ માટે થોડા આરામ દાયક છે.
જણાવી દઈએ કે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે વાતચિત ને લઈને પોતાનું વલણ હળવું કર્યું છે. અને યુદ્ધ ના બદલે વાતચિત ને મહત્વ આપ્યું છે. આ બાબત અંગે જણાવતા યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીના વરિષ્ઠ અધિકારી ડિપ્ટી ચીફ ઑફ સ્ટાફ ઇહોર ઝોવ્કોવાએ કહ્યું કે રશિયા અને યૂક્રેની પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત `વધારે રચનાત્મક` થઈ ગઈ છે.
આ માહિતી સામે આવતા જ્યાં વિશ્વ માં થોડી શાંતિ જોવા મળી રહી છે તેવામાં એ પણ સવાલ છે કે રશિયા એ પોતાનો સ્વભાવ કેમ બદલાયો અને યુદ્ધ ને બદલે વાતાઘાટ ને મહત્વ આપી રહ્યું છે. આ બાબત અંગે જણાવતા ઇહોર ઝોવ્કોવાએ કહ્યું કે રશિયાએ પોતાનો સુર બદલ્યો છે અને તેણે યૂક્રેન પાસે આત્મસમર્પણ કરવાની માગ બંધ કરી દીધી છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ કેનેડા ને સંબોધન કરતા ભાવુક વાત કહી હતી તેમણે કહ્યું કે “જસ્ટિન, શું તમે તે સ્થિતિની કલ્પના કરી શકો છેો, જ્યારે તમને કે તમારા બાળકોને ગંભીર વિસ્ફોટો, ઍરપૉર્ટ પર બૉમ્બવર્ષા, ઓટાવા ઍરપૉર્ટ પર બૉમ્બબ્લાસ્ટના અવાજ સાંભળવા પડે. જ્યારે તમને દરરોજ ઈજાગ્રસ્તોની સંખ્યા વિશે માહિતી મળે.”
ઝેલેંસ્કીએ કેનેડિયન લોકોને સંબોધતા તેમના સમુદાયો વચ્ચે બૉમ્બ પડવાની કલ્પના કરવા કહ્યું. ઉપરાંત ઝેલેન્સ્કીએ કહ્યું, શું તમે એ પરિસ્થિતિ વિશે વિચારી શકો કે જ્યાં ટોરંટોમાં એક પ્રસિદ્ધ સીએન ટૉવર પર રશિયન બૉમ્બ ફેંકવામાં આવે. આ જ અમારી અને અત્યાર ની વાસ્તવિકતા છે. આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ કેનેડા પાસે રશિયા પર વધુમાં વધુ આર્થિક અને સૈન્ય દબાણ કરવા માટે આગ્રહ કર્યો.