મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં રમત ગમત નું નામ આવતાજ સૌથી પહેલી રમત જો કોઈ મગજમાં આવે તો તે ક્રિકેટ છે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં અન્ય રમત કરતા લોકોમાં ક્રિકેટ ને લઈને વધુ પ્રેમ છે. લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી જ પસંદ આવે છે તેવામાં લોકોના આવાજ શોખને લઈને હાલમાં ક્રિકેટને ઘણા અલગ અલગ ફોરમેટમ માં રમવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં જેટલો પ્રેમ ક્રિકેટ ની રમત ને આપવામાં આવે છે તેટલો જ પ્રેમ ક્રિકેટ રમતા ખેલાડીઓ ને પણ આપવામાં આવે છે. આપણે અહી આવાજ એક ખેલડી વિશે વાત કરવાની છેકે જેઓ હાલમાં ચર્ચામાં છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને દુનિયા ના ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી ખાસ સમયગાળો એટલે કે IPL શરુ છે.
તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે કેપ્ટન કુલ મહેન્દ્ર સિહ ધોની ના કેપ્ટન શીપ છોડ્યા બાદ હાલમાં CSK ની કમાન ભારત ના એક ખતરનાક બેટ્સ મેન અને બોલર તથા ઓલરાઉન્ડર એવા રવીન્દ્ર જાડેજાના હાથમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્ર જાડેજાને લોકો ઘણા પસંદ કરે છે જોકે હાલમાં ૧૭ એપ્રિલ ના રોજ ક્રિકેટ સ્ટેડીયમ માં ખાસ નજરો જોવા મળ્યો.
આ દિવસે જયરે ચેન્નઈ ની ગુજરાત સામે મેચ હતી ત્યારે રવીન્દ્ર જાડેજા ની વર્ષ ગાઠ પણ હતી જોકે રમત ક્ષેત્રે પણ આ દિવસ જાડેજા માટે સારો રહ્યો તેમણે બે છક્કા લગાવી ૧૨ બોલમાં ૨૨ રન કર્યા જયારે ત્રણ ઓવરમાં ૨૫ રન આપ્યા તથા રિદ્ધિમાન સાહની વિકેટ લીધી આ સમયે જાડેજા ના પત્ની રીવાબા પણ સ્ટેડીયમાં હાજર હતા જેમની તસ્વીરો વાયરલ થઇ રહી છે જણાવી દઈએ કે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૬ ના રોજ રવીન્દ્ર જાડેજા અને રીવાબા ના લગ્ન થયા હતા તેમની એક નીધ્યાના નામની પુત્રી પણ છે.