Gujarat

નવરાત્રી ના દિવસો માં વરસાદ પડવાની આગાહી ને લઇ ને અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દો માં કહ્યું કે, આ આગાહી, જાણો વિગતે.

Spread the love

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ આખા ગુજરાતમાં છૂટો છવાયો પડ્યા રહે છે. પરંતુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ એ પાણીથી ઠેર ઠેર રસ્તાઓ બંબાકાર થઈ રહ્યા છે. નદી, નાળા, ડેમો વગેરે ઓવરફ્લો થયા છે. હાલમાં થોડા સમયથી ગુજરાતમાં નવરાત્રીનો માહોલ શરૂ થવાનું છે. એવામાં સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલ ના નામ દ્વારા એક આગાહી ફરી રહેલ તે અને તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે,,

નવરાત્રીના દિવસોમાં ગુજરાતમાં વરસાદ એન્ટ્રી કરી શકે છે. પરંતુ આ બાબતે અંબાલાલ પટેલે પોતાનો એક વિડીયો બનાવીને ખાસ મહત્વની વાત કહી છે. અંબાલાલ પટેલ કહે કે તેમના નામ ઉપરથી જ નવરાત્રિના દિવસોમાં વરસાદ પડવાનો છે તેવી આગાહી વાયરલ થઈ રહી છે તે તદ્દન ખોટી છે. અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દો માં કહ્યું કે નવરાત્રી ના દિવસોમાં વરસાદ પાડવાની આગાહી સાથે મારે કોઈ લેવા દેવા નથી. એટલે કે અંબાલાલ પટેલે કહ્યું કે જે નવરાત્રીના દિવસોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તે આગાહી તેણે કરેલી નથી.

અને તે એક અફવા છે. નવરાત્રીમાં કોઈ વરસાદ પડવાની સંભાવના હાલ જોવા મળી રહી નથી. તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના ને લઈને ખેલૈયાઓમાં ડરનો માહોલ પેદા થયો હતો. પરંતુ અંબાલાલ પટેલે નવરાત્રીના દિવસોમાં વરસાદની આગાહી નહિ પડવાની વાત કહીને ખેલૈયાઓમાં હવે બેવડો ઉત્સાહ આવી ગયો છે.

પરંતુ હવામાન વિભાગના જણાવે અનુસાર 23 થી 26 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાથોસાથ સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં સમયાંતરે વરસાદ મન મૂકીને વરસતો હોય છે. સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના જોવા મળતી હોય છે. આમ હવે ટૂંક જ સમયમાં વરસાદ ગુજરાતમાંથી વિદાય લે તેવી સંભાવનાઓ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *