રીક્ષા ચાલક ને ધરતી પર મળી ગયું સ્વર્ગ ! બેલ્જીયમ ની ભૂરી એ ભારતીય રીક્ષા ચાલક સાથે કર્યા હિન્દૂ રીતિરિવાજ પ્રમાણે લગ્ન,
આપણા ભારતમાંથી થોડા સમયથી એવી ઘટના સામે આવે છે કે જેમાં વિદેશી યુવક અને યુવતીઓ ભારતમાં આવીને ભારતીય યુવક યુવતીઓના પ્રેમમાં પડી જાય છે અને બે દેશો વચ્ચે નો સંબંધ લગ્નમાં પરિણામતો હોય છે. આવા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળતા હોય છે. ફરી એક એવો કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં બેલ્જિયમની એક યુવતીએ ભારતીય યુવાન સાથે લગ્ન કરી લીધા છે.
વાત કરીએ તો 30 વર્ષના રીક્ષા ચાલક અને ટુરિસ્ટ ગાઈડ એવા ભારતીય યુવાન અનંત રાજુ એ તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ કે જે બેલ્જિયમની રહેવાસી છે. જેનું નામ છે કેમિલ. તેની સાથે લગ્ન કરી લીધા છે. કોરોના કાળ જ્યારે શરૂ થયો તે પહેલા બેલ્જિયમની યુવતી કેમિલ અને તેનો પરિવાર હમ્પી ની મુલાકાતે ભારતમાં આવ્યો હતો. એ સમયે ઓટો ચાલક અનંત રાજુએ તેને શહેરમાં તમામ એવી જગ્યાએ ફેરવ્યા હતા અને જે સ્થળ હોય તેને ફેરવ્યા તે સ્થળોના ઇતિહાસની પણ વાત કરી હતી.
ત્યારબાદ અનંત રાજુએ તે પરિવાર નું એટલું બધું ધ્યાન રાખ્યું કે તેને સારી હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી હતી. ભારતની મુલાકાત બાદ કેમિલ અને તેનો પરિવાર પોતાના દેશ બેલ્જિયમમાં પરત ફર્યા. પરંતુ કેમિલ અને રાજુ બંને સોશિયલ મીડિયાના મારફતે એકબીજાના સંપર્કમાં હતા. બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. પરંતુ મિત્રતાનો સંબંધ આખરે લગ્નમાં પરિણમ્યો હતો. બંનેના પરિવારજનો પણ લગ્ન માટે રાજી થયા હતા.
અને બંને લગ્ન કરી લીધા હતા. લગ્નમાં બેલ્જિયમથી કેમિલ અને તેના પરિવારના સભ્યો ભારતમાં હમ્પીમાં આવ્યા હતા અને હિન્દુ રીત રિવાજ પ્રમાણે તમામ વિધિઓથી બંને લગ્ન સંબંધમાં બંધાયા હતા. આમ આ અનોખો કિસ્સો સામે આવ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળે છે. જેમાં અનેક વિદેશી લોકો પોતાની દીકરીને પરણાવવા માટે આવેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!