ગમખ્વાર અકસ્માત ! રિષભ પંત ની કાર નો સર્જાયો ભયંકર અકસ્માત, ક્રિકેટર ની હાલત ગંભીર, જુઓ તસવીરો.
વર્ષ 2022 નો અંત થવા જઈ રહ્યો છે. એવામાં આજના દિવસે બે દુઃખદ ઘટના સામે આવી છે. પ્રથમ ઘટના એ કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થતા પૂરો દેશ દુઃખના દરિયામાં ગરકાવ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત નો રોડ એકસીડન્ટ થતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગતે વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રીષભ પંત પોતાની કાર નંબર ડી એલ ટેન સી એન 1717 mercedes લઈને દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રિષભ પંત ની કાર રેલિંગ સાથે ટકરાઈ હતી જે બાદ તેમાં ગંભીર આગ લાગી હતી જે બાદ રિષભ પંત ને બહાર કાઢવામાં આવ્યા હતા. રિષભ પંતના માથાના ભાગ ઉપર અને ગરદનના ભાગ ઉપર તથા પગના ભાગ ઉપર ઇજા ઓ થવા પામી છે.
રીશભ પંતને અકસ્માતની ઘટના બાદ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેની તબિયત પૂછવા ધારાસભ્ય ઉમેશકુમાર પહોંચી ગયા હતા. તો આ બાબતે પોલીસ અધિક્ષક દેહાંત સ્વપ્ન કિશોરસિંહ ઘટના સ્થળે દોડીને સમગ્ર ઘટનાની માહિતી એકઠી કરી હતી. હોસ્પિટલના ચેરમેન ડોક્ટર સુશીલ નાગરે કહ્યું કે રિષભ પંત ની હાલત સ્થિર છે તેને વધુ સારવાર અર્થે દહેરાદુન હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.
જ્યારે રીષભ પંત નું એક્સિડન્ટ થયું ત્યારે ગામના લોકો આવીને તેની કારમાંથી રોકડા રૂપિયા ની ચોરી કરી ગયા હતા. રિષભ પંત દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં રૂડકીના નારસંગ બોર્ડર પાસે આ ઘટના સર્જાઈ હતી. અન્ય ક્રિકેટરો જેવા કે જસપ્રીત બુમરાહે રિષભ પંત ના સ્વસ્થ થવા ઉપર પ્રાર્થના પણ કરી હતી. આમ આ સમગ્ર ઘટના સામે આવવા પામી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!