ભયકંર દુર્ઘટના માં એક સાથે 17 લોકો ને ટ્રકે અડફેટે લેતા ત્રણ લોકો ના ઘટનાસ્થળે થયા મોત ચારે તરફ જોવા મળ્યું….
રોજબરોજ એક્સીડંટ ની કેટકેટલીય ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને તેમાં કેટકેટલાય લોકો મોત ને ભેટે છે. ક્યારેક એક્સીડંટ એટલા ભયંકર હોય છે કે એક સાથે આખો પરિવાર તબાહ થઇ જતો હોય છે. હરિયાણા થી એક એક્સીડંટ ની ઘટના સામે આવી છે. એક્સીડંટ એટલો ભયંકર હતો કે એક સાથે 17 લોકો ને અડફેટે લઇ લીધા. હરિયાણા ના ઇજ્જર જિલ્લા માં એક એક્સીડંટ બનવાની ઘટના સામે આવી છે.
બહાદુરગઢ ના કુંડલી માનેસર પાલવડે હાઇવે ના એક્સપ્રેસ વે પર એક બેકાબુ ટ્રકે 17 લોકો ને અડફેટે લઇ લીધા હતા. એક્સીડંટ માં ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકો ને તાત્કાલિક ના ધોરણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બની એની માહિતી પોલીસ ને મળતા જ એસ.પી. અને એ.એસ.પી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
જાણવા મળ્યું કે આ ઘટના જ્યાં બની ત્યાં રોડ પર કામ ચાલી રહ્યું હતું એટલે ત્યાં કામ કરવા વાળા બધા મજદૂરો હતા. મજદૂરો કામ કરીને એક બાજુ રસ્તા પર આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક ફૂલ સ્પીડે આવીને તેની ઉપર આવી ગયો. ટ્રક ની ઝડપ એટલી હતી કે લોકો ને બચવાનો સમય જ ન મળ્યો. ટ્રક ત્યાંને ત્યાં જ રસ્તા પર પલ્ટી મારી ગયો હતો.
એસ.પી તરફ થી જાણવા મળ્યું કે આ ઘટના નું મુખ્ય કારણ હોય શકે કે કાંતો ટ્રક ડ્રાયવર નશાની હાલત માં હશે અથવા તો તે ઊંઘ મા હશે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જાણવા મળ્યું કે આ તમામ મજદૂરો ઉત્તરપ્રદેશ થી આવેલ છે. તમામ અહીં કામ કરવા માટે આવ્યા હતા. ટ્રક ચાલક ને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.