પિતા ના અસ્થિ વિસર્જન કરી પરત ફરતી વેળા એ અકસ્માત માં બે પુત્રો અને માતા નું થયું દુઃખદ અવસાન લોકો એ કહ્યું કે….
રોજબરોજ અકસ્માત ની એવી એવી ઘટના સામે આવતી હોય છે કે સાંભળીને રુંવાટા બેઠા થઈ જાય. પિતા ના અસ્થીનું વિસર્જન કરી પરત ફરતી વેળા એ બે પુત્રો સહીત માતા નું પણ મોત નીપજ્યું. સમોદ ના વોર્ડ નંબર 11 માં રહેતા ગોરધનલાલ રેગરનું 1999 માં અવસાન થયું હતું. પરિવાર માં પત્ની અને બે પુત્રો છે. પિતા ની વિધિ જેમતેમ પૈસા એકઠા કરી ને કરી પણ અસ્થિ ઘરે જ રાખી મુક્યા હતા.
15 મેં ના રોજ માતા અને બે બાળકો સહીત પરિવાર ના અન્ય 15 સભ્યો અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયેલા હતા. ઘરે પરત ફરતી વેળા એ પોતાની ક્રુઝર ગાડિ નું ભયંકર એક્સીડંટ થયું. સામે થી આવતા એક કન્ટેનરે ગાડી ને ભયંકર ટક્કર મારી દીધી. એક્સીડંટ ભયંકર હતું અને ગાડી આખી ફંગોળાય ને કુરચો બોલી ગયો હતો. શાહજહાંપુર બોર્ડર થી 8 કિમિ દૂર બાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આ ઘટના બની હતી.
રોડ પર થી પસાર થતા લોકો એ એક્સીડંટ ની માહિતી પોલીસ ને આપી હતી. પોલીસે આવીને તમામ ઘાયલોને હોસ્પિટલે ખસેડ્યા હતા. કન્ટેનર ચાલક કન્ટેનર લઇ ને ફરાર થઇ ગયો હતો. અકસ્માત માં સામોદ ગામના 5 લોકો ના મોત થઈ ગયા. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. મરનાર વ્યક્તિઓ માં મોહરીદેવી 76-વર્ષ, માલુરામ 53-વર્ષ, મહેંદ્ર 39-વર્ષ (ગોરધનભાઈ ના પત્ની અને પુત્ર) આશિષ 15-વર્ષ (માલુરામ નો પુત્ર) સુગના 47-વર્ષ ના મોત નિપજ્યા હતા.
ઘાયલ લોકો માં બિનદેવી, ગીતાદેવી, મંગલીદેવી, બનવારી લાલ, કૈલાશ, સંતોષ કુમારી, અંકિત રાજા, વીરેન્દ્ર, ઉર્મિલા, દુગ્ગુ, ગુડિયા નો સમાવેશ થાય છે. અકસ્માત એકલો ભયંકર હતો કે અમુક નું બચવું ખુબ જ મુશ્કિલ હતું. પાંચ લોકો ના મોત બાદ પરિવાર અને ગામ ના લોકો ની આંખ માંથી આંસુ સુકાતા નથી.