કાળઝાળ ગરમી માં રાહત ના સમાચાર ગુજરાત માં થશે વરસાદ નું આગમન અંબાલાલ પટેલે કહ્યું કે આ તારીખે….
હાલ તો ગુજરાત માં ગરમી સીઝન ચાલી રહી છે. લોકો ના ગરમી થી હાલ બેહાલ થઇ ગયા છે. ગુજરાત માં ગરમીનો પારો હાઈ લેવલે પહોંચી ગયો છે. ગુજરાત માં ગરમી મોં પારો 40 ડિગ્રી ની આજુબાજુ નોંધાતો હોય છે. એવામાં ગુજરાત માટે રાહત ના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત માં હવામાન ના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ ની આગાહી કરી અને કહ્યું કે ઉનાળા માં જ વરસાદ આવવાની સંભાવનાઓ છે.
અંબાલાલ ના કહેવા મુજબ ગુજરાત માં રોહિણી નક્ષત્ર માં પડે શકે છે વરસાદ. તેમને કહ્યું કે 24-મેં ના રોજ ઉત્તર, મધ્ય, અને સૌરાષ્ટ્ર માં આવી શકે છે વરસાદ. હવામાન વિભાગે કહ્યું કે આખા ભારત માં પણ વરસાદ ની ધમાકેદાર રીતે એન્ટ્રી થશો. 24-મેં થી 4-જૂન સુધીમાં અનેક વિસ્તારો માં કમોસમી પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસાના આગમન પહેલા હળવો ચક્રવાત આવે તેવી સંભાવનાઓ છે. 24-મેં થી રાજ્ય માં હળવો હળવો વરસાદ શરુ થઇ જશે. આની પહેલા પ્રિ મોન્સૂન કામગીરી શરુ થઇ જશો. અને 15 જૂન થી ગુજરાત માં વિધિવત ચોમાસુ શરુ થઇ જશે. હાલ માં અત્યારે અંદામાન નિકોબાર સુઘી તો ચોમાસુ પહોંચી ગયું છે. કેરળ માં પણ આ વર્ષે 5 દિવસ અગાઉ ચોમાસુ શરુ થાય તેવી શક્યતાઓ છે.
કેરળ માં 27-મેં ના રોજ ચોમાસુ શરુ થાય તેવી શક્યતાઓ છે. કેરળ માં વરસાદ ના આગમન પછી ધીમે ધીમે ગુજરાત તરફ વરસાદ નું આગમન થતું હોય છે. ગુજરાત ના લોકો ગરમી થી બચવા વોટરપાર્ક નો ખાસ સહારો લેતા હોય છે. મનુષ્યો અને પક્ષીઓ ને ખુબ જ ગરમી નો સામનો કરવો પડતો હોય છે.