Gujarat

સુરત- ચાલતી ટ્રેને ટ્રેન માં ચડવા જતા એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ ની વચ્ચે ફસાઈ પછી એવું થયું કે મહિલા….જુઓ વિડીયો.

Spread the love

ભારત માં વારંવાર એવા બનાવો સામે આવતા હોય છે કે લોકો કઈ જ પણ કરી શકતા હોતા નથી. અમુક ઘટના લોકો ની ઉપર અણધારી આવી પહોંચતી હોય છે. એવી જ એક ઘટના સુરત રેલવે સ્ટેશન ની સામે આવી છે. જેમાં એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ની દીવાલ માં ફસાય ગઈ હતી. જોનારાઓ ની તો આખો જ ફાટી ગઈ. ભગવાન ની મહિલા પર મહેરબાની થઇ કે તેને ખાસ જાનહાની ન થઇ.

સુરત ના રેલવે સ્ટેશન માં પ્લેટફોર્મ નંબર 3 પર રાજસ્થાન થી સુરત એક ટ્રેન આવી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશને ટ્રેન ઉભી રહી હતી. આ દરમિયાન એક 40 વર્ષ ની મહિલા ટ્રેન માંથી ઉતરીને નાસ્તો લેવા ગઈ હતી. નાસ્તો લઇ ને પરત ફરતા અચાનક જ ટ્રેન ચાલવા લાગી. મહિલા ટ્રેન ચાલતી જોઈ ને દોટ મૂકે છે.

મહિલા ચાલતી ટ્રેને ટ્રેન ની અંદર જવાની કોશિશ કરે છે. મહિલા હજુ ટ્રેન માં ચડવા જ જાય છે કે તરત જ તેનું સંતુલન ખોય બેસે છે અને તે પ્લેટફોર્મ ની દીવાલ અને ટ્રેન ની વચ્ચે ચાલી જાય છે. લોકો નું ધ્યાન જતા બધા લોકો તેને ત્યાં સ્થિર જ ઉભા રહેવાની સલાહ આપે છે. ટ્રેન મા બેસેલા પેસેન્જરો ટ્રેન ની ચેન ખેંચી નાખે છે. ટ્રેન ઉભી રહે છે.

રેલવે સ્ટેશન માં કામ કરતા કુલીઓ દ્વાર અને બીજા લોકો દ્વારા મહિલા ને બહાર કાઢવામાં આવે છે. આ મહિલા રાજસ્થાન ની રહેવાસી છે. જેનું નામ પૂજા અગ્રવાલ છે. મહિલા ને બહાર કાઢ્યા બાદ પગ માં અને માથા ના ભાગે ઈજાઓ થઇ હતી બાદ માં તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલા ઉપર ભગવાન ની મહેરબાની થઈ કે મહિલા ને વધુ ઈજાઓ થવા પામી ન હતી. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *