ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારતાં પત્નીનું મોત પતિ ગંભીર અને 2 વર્ષીય બાળકનો બચાવ

હિંમતનગર-વિજાપુર રોડ પર નવલપુર પાટિયા પાસે બાઇક ઉપર મહેસાણા તરફ જતાં હાપાના યુવાન દંપતીને ટ્રેકટરે હડફેટમાં લેતાં 26 વર્ષીય પરિણીતાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે યુવાન પતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેમની સ્થિત નાજુક છે.અકસ્માતમાં 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

હાપાના વિપુલભાઇ ભાનુભાઇ પંડ્યા (28) જેઓ મહેસાણામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેઓ પત્ની અને 2 વર્ષના પુત્ર સાથે સામાજિક કામે વતન આવ્યા હતા અને સામાજિક પ્રસંગ પતાવી સોમવારે સવારે પત્ની ભૂમિબેન વિપુલભાઇ પંડયા (26) તેમજ બે વર્ષના પુત્ર સાથે બાઇક પર હાપાથી નીકળી મહેસાણા તરફ જઇ રહ્યા હતા.

ત્યારે હિંમતનગરના નવલપુર પાટિયા પાસે હિંમતનગર તરફથી આવી રહેલ ટ્રેક્ટરે ટક્કર મારતાં પત્ની ભૂમિબેન ફંગોળાઇ ડિવાઇડર સાથે અથડાતાં ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જ્યારે વિપુલભાઇ પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ નાજુક બનતાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *