Gujarat

અકસ્માત ! કઠલાલ-કપડવંજ રોડ પર થયેલા અકસ્માત માં પાંચ લોકોના મૃત્યુ…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. હાલ આવો જ એક અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત માં પાંચ લોકોના મોત થયા છે.

જણાવી દઈએ કે આ અક્સ્માત ખેડા જિલ્લાના કઠલાલ પંથકના કપડવંજ રોડ પર પોરડા નજીક આ અકસ્માત સર્જાયો છે. અહીં એક ટ્રક અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જો વાત અક્સ્માત ગ્રસ્ત ગાડી અંગે કરીએ તો આ ગાડી સ્વિફ્ટ ગાડી છે અને તેનો નંબર જિજે 27 એએ 4715 છે. જણાવી દઈએ કે આ ગાડીમાં સવાર લોકો અમદાવાદના વિરમગામ તાલુકાના અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વતની હતા.

જ્યારે વાત અકસ્માત ગ્રસ્ત ટ્રક વિશે કરીએ તો તેનો નંબર જિજે 23 એટી 5678 છે. જો વાત અકસ્માત ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે અકસ્માત થવાનું કારણ ખોટી રીતે થયેલ ઓવરટેક ને માનવામાં આવે છે. આ અકસ્માત માં ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે આ વ્યક્તી ને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવી હતી. તે સમયે સારવાર દરમિયાન આ ઈજાગ્રસ્ત વ્યક્તિનૂ પણ મૃત્યુ થયું આમ અકસ્માત માં મૃત્યુ પામેલ લોકો ની સંખ્યા પાંચ થઈ.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિઓ અંગે કરીએ તો તેમાં સુરેશભાઈ ચમનભાઈ મેણિયા કે જેમની ઉંમર 30 વર્ષ હતી અને તેઓ બાબાજીપુરા ગામ તાલુકો લખતર અને જિલ્લા સુરેન્દ્રનગર ના વતની હતા તેઓ ઉપરાંત વિક્રમ બાલુભાઈ પાભરિયા કે જેમની ઉંમર 35 વર્ષ હતી તેઓ પણ સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર તાલુકાના બાબાજીપુરા ના રહેવાશિ હતા. આ ઉપરાંત ભરતભાઈ કેશાભાઈ જમોડ કે જે અમદાવાદ વિરમગામ તાલુકાના ચેજરાના રહેવાસી હતા. તેમની સાથે પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક વ્યક્તિ કે જેમનું નામ સુનીલ હરિભાઇ કુમાદરા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *