ડાયરા માં હાજરી આપવા આવેલા જયેશ રાદડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પર લોકો એ એટલો બધો પૈસા નો વરસાદ કર્યો કે ……
ગુજરાત માં લોક્ડાયરાઓ નું મહત્વ અનેરું જોવા મળે છે. ગુજરાત ડાયરાના કલાકારો ગુજરાત બહાર પણ ડાયરાઓ કરતા હોય છે. કલાકારો દેશ વિદેશ માં પ્રખ્યાત છે. ગુજરાત માં ગમે ત્યાં ડાયરો હોય ત્યાં લાખો ની સંખ્યા માં લોકો ઉમટી પડે છે અને કલાકારો પર લાખો રૂપિયા નો વરસાદ થતો હોય છે. ક્યારેક તો ટીપ ભરી ભરી ને કલાકારો પર રૂપિયા નો વરસાદ થતો હોય છે.
સૌરાષ્ટ્ર માં લોક્ડાયરાઓનું મહત્વ ખાસ છે. રાજકોટ ના સરધાર માં હમલા જ ડાયરાનું આયોજન થયું હતું. સરધાર માં લેઉઆ પટેલ સમાજ વાડીમાં ડાયરાનું આયોજન થયું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે ખાસ હાજરી આપી હતી. જયેશ રાદડિયા આ પહેલા પણ રાજકોટ માં ડાયરાના પ્રોગ્રામ માં હાજરી આપી હતી.
આ પ્રસંગે જયેશ રાદડિયા અને ભુપત બોદરે ડાયરામાં ખુબ પૈસા ઉડાડીયા હતા. જયેશ રાદડિયા અને ભુપત બોદર ના પર પણ લોકો દ્વારા ખુબ પૈસા નો વરસાદ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર મા ડાયરાઓ હોય એમાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે ડાયરામાં એવા અમુક પ્રસંગો કલાકારો કહેતા હોય તે દરમિયાન લોકો ખુબ જ પૈસા ઉડાડતા હોય છે.
સૌરાષ્ટ્ર માં લોકડાયરાનું મહત્વ અનેરું છે. લોકો દૂર દૂર થી ડાયરાની મોજ લેવા આવે છે અને ડાયરા નો આનંદ લેતા હોય છે. ગુજરાત ના ડાયરા કલાકારો પણ એવા છે કે લોકો નું મન હરિ લેતા હોય છે.