ભારત દેશ માટે દુઃખદ ઘટના ! J&K માં ITBP ના જવાનોથી ભરેલી બસ 200 ફૂટ ઊંડી ખીણ માં ખાબકતા આટલા જવાનો થયા શહીદ..જુઓ વિડીયો.
હાલ આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યો હતો. ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થયા. અને 76 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આખો દેશ આઝાદીના જશ્ન ના માહોલમાં ડૂબેલો હતો. ઠેર ઠેર હર ઘર તિરંગા યોજના ના રૂપે લોકોએ ઘર પર તિરંગો ફરકાવીને તિરંગા નું સન્માન વધાર્યું હતું. એવામાં આજ સવારે એક દુઃખદ ઘટના જમ્મુ કશ્મીરથી સામે આવી છે.
એક ITBP ના જવાનોથી ભરેલી બસ 200 ફૂટ ઊંડી ખીણ માં ખાબકતાની સાથે જ સાત જવાનો શહીદ થઈ ગયા છે. અને અન્ય જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતે જાણીએ તો ITBP ના જવાનો બસમાં અમરનાથ યાત્રા પૂરી થઈ ગઈ હોય તે ત્યાંથી પરત ફરી રહ્યા હતા . આ દરમિયાન ૩૭ જવાન આઇટીબીપીના અને બે જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા. આ બસ આઇટીબીપીના જવાના લઈ અને ચંદન વાડીથી પહેલગામ તરફ જઈ રહી હતી.
બ્રેક ફેલ થઈ જતા બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. જે બાદ 19 એમ્બ્યુલન્સને ઘટના સ્થળ પર તેનાત કરી દેવામાં આવી હતી. ઘાયલ જવાનો ને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જાણવા મળ્યું કે ત્રણથી ચાર કર્મચારીઓ ના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા. જયારે અન્ય કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. ત્યાં અમુક મૃત્યુ થવા પામ્યા હતા. આ બસ 200 ફૂટ નીચે નદીમાં ખાબકતાની સાથે જ બસમાં એક મોટો વિસ્ફોટ થયો હતો.. જુઓ વિડીયો.
અને આખી ઘટના બની હતી. 15 મી ઓગસ્ટના બીજા દિવસે જ આ ઘટના બનતા આખા દેશમાં સેનાના જવાનો શહીદ થયા તેના પ્રત્યે દુઃખની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. આવી અનેક ઘટનાઓ વારંવાર સેનાના જવાનો સાથે બનતી હોય છે. અને સેનાના જવાનો દેશને ખાતર શહીદ થઈ જતા હોય છે. ઘણીવાર આવી સેનાના જવાનો થી ભરેલી બસ ખીણમાં ખાબકતાની સાથે જ અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!