રામ મંદિરના ઉદ્ધઘાટન વચ્ચે આવ્યા દુઃખદ સમાચાર ! વડોદરામાં બની મોટી દુર્ઘટના એક સાથે આટલા ફૂલ જેવા બાળકોના થયા મોત…
વડોદરા શહેર માટે કાલનો દિવસ કાળો સાબિત થયો છે, આ ઘટના જાણીને તમારું પણ હૈયું દ્રવી ઉઠશે કારણ કે એકી સાથે ૧2 બાળકો સહિત ૨ શિક્ષકોના મોત થયા છે. આ દુઃખદ ઘટનાને કારણે વડોદરા શહેરમાં મોતના મરસિયાથી ગુંજી ઉઠ્યું છે, આ દુઃખદ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ અનુસાર વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો ને પ્રવાસ અર્થે મોટનાથ તળાવની મુલાકાત કરી હતી. જે બાળકો તળાવનો આનંદ માણવા આવ્યા હતા એ જ તળાવ બાળક માટે કાળ બન્યો.
તળાવનો સુંદર નજારો અને બોટનો આનંદ માણવા માટે બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યું હતું પરંતુ. બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં હોવાથી તળાવનો રાઉન્ડ મારતી વખતે અચાનક જ બોટ પલટી મારી ગઇ હતી. આ દુઃખદ ઘટનાને પગલે બોટમાં બેઠેલા તા 25 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં જફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર રેસ્ક્યૂ માટે પહોંચી હતી અને ડૂબેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઈશ્વરને આપણે પ્રાથૅના કરીએ કે, મૃતકોની આત્માને શાંતિ મળે અને અન્ય ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.