સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાને હેલન સાથેના સંબંધ ને લઈને એવી વાત કહી કે સાંભળીને આંચકો લાગશે,કહ્યું કે તેને ક્યારેય મારા પરિવારને….જાણો વિગતે
બૉલીવુડ ના અભિનેતા અરબાજ ખાન ના પિતા તથા જાણીતા રાઇટર સલિમ ખાન એ બે લગ્નો કર્યા છે. તેમની પહેલી પત્ની સલમા ખાન અને બીજી પત્ની હેલન છે. જોકે આ દરેક પોતાના પરિવાર ની સાથે ખુશી ખુશી એક જ ઘરમાં રહે છે. હાલમાં જ અભિનેતા અરબાજ ખાન એ હેલન સાથેના પોતાના સબંધ ને લઈને વાત કરી,તમને જણાવી દઈએ કે જ્યારે દિગ્ગજ લેખક સલિમ ખાન એ હેલન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તે પહેલા થી જ સલમા સાથે લગ્ન કરી ચૂક્યા હતા.
સલિમ અને સલમા એ પોતાના લગ્ન ક્યારેય ખત્મ કર્યા નથી અને તે હેલન સાથે પણ એક સારો સબંધ શેર કરી રહી છે. હવે ‘ બૉલીવુડ બબલ ‘ ને આપવામાં આવેલ એક ઇન્ટરવ્યુ માં અરબાજ ખાન એ પોતાના પરિવાર ના ઈક્વેશન વિષે વાતો કરી છે. અરબાજ ખાન એ ઇન્ટરવ્યુ માં કહ્યું કે પિતા સલિમ ખાન એ હેલન સાથે લગ્ન તો કર્યા પરંતુ તેમને ઉમ્મીદ નહોતી કે તેમના પરિવાર અને તેમના બાળકો તેને પોતાની માતાની જગ્યા આપશે. તેમણે કહ્યું કે મારા પિતાએ ક્યારેય હેલન આંટી ને અમારા પર થોપયા નથી. તેઓ જાણતા હતા કે આ બાળકો માટે તેમની માતા જરૂરી છે.
તેમના જીવનમાં હજુ એક મહિલા છે પરંતુ તેની પોતાની જગ્યા છે. હેલન એ પણ અમને ક્યારેય અલગ કરવાનો પ્ર્રયતન કર્યો નથી. તે માત્ર એ વાત થી ખુશ હતી કે તેમના જીવનમાં કોઈ હતું તમે માત્ર તેમના માટે ત્યાં રહેશો અને તે જાણતી હતી કે તેમનું પોતાની પરિવાર, બાળકો અને પત્ની છે અને તેમણે ક્યારેય પરિવારને અલગ કરવાનો પ્ર્યાસ કર્યો નથી. અરબાજ એ એ પણ જણાવ્યુ કે સમય ની સાથે તેમની વચ્ચે વસ્તુઓ પણ સરખી થતી ગઈ.
તેમના શબ્દો માં ‘તે સમયે મારી માતા માટે તે મુશ્કેલ હતું, પરંતુ તેણીએ તે સંભાળ્યું. વસ્તુઓ ચાલુ રાખવાના તેના કારણો ગમે તે હોય, પછી ભલે તે બાળકો હોય કે સંજોગો, તેણે વિચાર્યું કે ઠીક છે, આ થયુ પરંતુ તેમ છતાં મારે આ માણસ (સલિમ) સાથે રહેવાની જરૂર છે અથવા તેને (સલિમ) લાગ્યું કે તેને હજી પણ આ સ્ત્રીની આસપાસ રહેવાની જરૂર છે. તેમનો પોતાનો સંઘર્ષ છે જે આપણે તેમના બાળપણમાં જોયો છે, પરંતુ તેઓ તેમાંથી પસાર થયા છે અને આજે તેઓ બધા અતૂટ છે.
તમને જણાવી દઈએ કે હેલન 1960- 70 ના દશક ની બૉલીવુડ ની ટોપ ડાંસરો માની એક છે. તેમના ડાન્સ ના દિવાના લોકો આજે પણ જોવા મળી જાય છે. જોપર્સનલ લાઈફ ની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1980 માં સ્ક્રીપ્ટ રાઇટર સલિમ ખાન સાથે લગ્ન કર્યા હતા. જે પહેલાથી જે પરણિત હતા અને 4 બાળકો અરબાજખાન, સલમાન ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન ના પિતા હતા. સલિમ ખાન ની એક ગોદ લીધેલ દીકરી અર્પિતા પણ છે જેને આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.