સારા અલી ખાન અમરનાથ યાત્રા દરમિયાન કઈક આવી સાદગી સાથે જોવા મળી આવી….જુવો વીડિયો
અભિનેત્રી સારા અલી ખાન પોતાના ચુલબુલા અંદાજ માટે જાણીતી છે. તે જમીન સાથે જોડાયેલ છે. અને જ્યાં પણ જાય છે ત્યાં તે માહોલમાં સાચવવાનું સારી રીતે જાણે છે. હાલમાં જ સારા અલી ખાન એ અમરનાથ યાત્રા કરી છે. જેની જલકો તેમને બનાવી છે.જેને તેના ફેંસ બહુ જ પસંદ કરે છે અને અવનવી પ્રતિકિયા આપી રહ્યા છે. સારા અલી ખાન એ પોતાના ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી ઘણી તસ્વીરો અને વિડીયો શેર કર્યા છે.
જેમાંના એક વિડીયો માં સારા અલી ખાન તાંબું ના બાળકો ની સાથે નજર આવી રહી છે. ત્યાં જ બીજા વિડિયોમાં તે પુલની અંદર એક નાના બાળક ની સાથે રમતી નજર આવી રહી છે. ત્યાં જ સામે આવી રહેલ એક તસવીરમાં સારા અલી ખાન રાત્રે બહાર બેઠી નજર આવી રહી છે હરિયાળી ની વચ્ચે પોઝ આપતા તે સ્વેટશર્ત અને ડેનિમ માં નજર આવી રહી છે. આ પોસ્ટ ની સાથે તેને એક નાની નોટ પણ લખી છે જેમાં લખ્યું છે કે સવાલ..આપણ ને શાંતિ કયા અને કઈ રીતે મળે છે? જવાબ દરેક જગ્યાએ … બસ પોતાની અંદર જુવો.
સારા અલી ખાનની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના ફેન્સ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, કે આ પેઢીએ તમારી પાસેથી ઘણું શીખવાનું છે. તમે નમ્ર અને માનવીય છો. બીજાએ લખ્યું કે તમે ખૂબ જ સુંદર અને સૌથી પ્રેક્ટિકલ સ્ટાર કિડ છો. તમે જ્યાં પણ જાઓ..લોકો સાથે સરસ વાત કરો. આ જોવું સારું છે. જણાવી દઈએ કે આ પહેલા સારાએ તેની અમરનાથ યાત્રાની એક ઝલક શેર કરી છે. આ વીડિયો તેની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ના ગીત ‘નમો નમો’ સાથે હતો.
વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું,કે જય બાબા બરફાની.સારા તાજેતરમાં વિકી કૌશલની સામે ફિલ્મ ‘ઝરા હટકે જરા બચકે’માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. તે ટૂંક સમયમાં અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનન’માં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અનુપમ ખેર, અલી ફઝલ અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram