India

જાણો એક મહાન ક્રાંતિ વીર શહીદ સરદાર ઉધમ સિંહ વિશે અને વિકી કૌશલએ જેમના જીવન અંગે….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત પહેલા ના સમય માં સોનાની ચકલી તરીકે ઓળખાતો હતો. ભારત ની આવી જાહો જલાલી જોઈ ને અનેક વિદેસિઓ એ ભારત પર આક્ર્મણ કર્યા અને પોતાની સતા ભારત માં સ્થાપી જેમાંથી અંગ્રેજો પણ એક છે.

આપણને ખબર છે તેમ દેશને આઝાદ કરાવવા અનેક લોકો એ પોતાના બલિદાન આપ્યા. ત્યારે જઈ ને આપણને આ સોનેરી આઝાદી મળી છે પરંતુ આઝાદી ના એવા ઘણા ક્રાંતિ વીરો છે કે જેને આપણે ઓળખતા નથી. પરંતુ તેમનો આઝાદીની લડત માં ઘણો અમૂલ્ય ફાળો જોવા મળે છે.

આપડે અહીં એક એવાજ વીર ક્રાંતિ કરી વિશે વાત કરશું કે જેમનું નામ શહીદ સરદાર ઉધમ સિંહ છે. આ વાત તેમના વિશે છે. આપણે સૌ જાણીએ છીએ કે 16 ઓક્ટોબરના રોજ વિકી કૌશલ દ્વારા તેમની એક નવી ફિલ્મ સરદાર ઉધમ એમેઝોન પ્રાઈમની ઉપર રિલીઝ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો જ પ્રેમ મળી રહ્યો છે.

અને લોકો આ ફિલ્મની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે. આ ફિલ્મ સ્વતંત્રતા સંગ્રામના ભાગ લેનાર અને એક મહાન સેનાની સરદાર ઉધમ સિંહના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેતા વિકી કૌશલ એ કામ કરેલ છે તેઓ આ ફિલ્મમા સરદાર ઉધમ સિંહનું પાત્ર ભજવી રહ્યા છે. અહિ આપડે તમને વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ.

શેર સિંહ તરીકે જન્મેલા સરદાર ઉધમ સિંહનો જન્મ પંજાબના સંગરૂર જિલ્લાના સુનમમાં 26 ડિસેમ્બર 1899 ના રોજ થયો હતો. સરદાર ઉધમ સિંહના પિતા રેલવે માં ચોકીદાર તરીકે કાર્યરત હતા. જ્યારે સરદાર સિંહ અને તેના ભાઈ નાના હતા ત્યારે જ તેમની માતા અને પિતાનું અવસાન થયું. ત્યાર બાદ આ બંને ભાઈઓને અનાથાશ્રમમાં મોકલી દેવાયા હતા.

વર્ષ 1917 માં સરદાર ઉધમ સિંહના ભાઈ મુક્તા સિંહ એટલે કે સાધુ સિંહ પણ અવસાન પામ્યા. ત્યાર બાદ વર્ષ 1918 માં, સરદાર ઉધમ સિંહે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વર્ષ 1919 માં અનાથાશ્રમ છોડી દીધું.

આપણે સૌ જાણીએ છીએ તેમ જલિયાંવાલા બાગ હત્યાકાંડ ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસની સૌથી દુ:ખદ ઘટનાઓ પૈકીની એક છે. એ ઘટનાને યાદ કરીને આજે પણ દરેક રાષ્ટ્રવાદીની આંખ ભીની થઈ જાય છે અને આક્રમણકારી અંગ્રેજો સામે ગુસ્સો વધે છે.

13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરના આદેશ ને કારણે હજારો નિર્દોષ ભારતીયોને ગોળીથી મારવામાં આવ્યા હતા. ત્યારે સરદાર ઉધમ સિંહામા પણ આ ઘટના ને લઇ ગુસ્સો અને રોષ ની ભાવના હતી. 10 એપ્રિલ, 1919 ના રોજ, કોંગ્રેસના સત્યપાલ અને સૈફુદ્દીનને બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી, જેની સામે વિરોધ નોંધાવ્વા માટે મોટી સંખ્યામાં લોકો જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા.

ત્યારે સાંજે, જનરલ રેજીનાલ્ડ ડાયરના આદેશ ને કારણે સમગ્ર પાર્કને પોલીસ ટીમ દ્વારા ઘેરા બાંધી કરી લીધી હતી અને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર જનરલ ડાયરે ફાયરિંગના આદેશો આપ્યા હતા, કે જેમાં હજારો લોકો નિર્દોષ બાળકો અને મહિલાઓ પણ મૃત્યુ પામ્યા હતા.

તે સમયે ત્યાં એક એવું બાળક પણ ઉભું હતું કે જેને આ હત્યાકાંડ ને કારણે જેની આંખમા ક્રાંતિની આગ ભાભુકી ઉઠી હતી અને તે સમયે આ બાળકે નક્કી કર્યું કે તે જલિયાંવાલા બાગ હત્યાકાંડ ના આરોપી જનરલ ડાયરને તે મોતને ઘાટ ઉતારશે. આ છોકરાનું નામ સરદાર ઉધમ સિંહ હતું.

સરદાર ઉધમ સિંહે જનરલ ડાયર તેમજ પંજાબના તે સમયના ગવર્નર માઈકલ ડ્વોયરની હત્યા કરવાનુ નક્કી કર્યું હતુ. કારણ કે તેણે આ હત્યાકાંડને સચ્ચો સાબિત કરવાની કોશિશ કરી હતી. સરદાર ઉધમ સિંહના હૃદયમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધ ની આગ 21 વર્ષ સુધી ચાલુ રહી અને અંતે તે સમય આવ્યો જ્યારે સરદાર ઉધમ સિંહે પોતાનું લક્ષ્ય હાંસલ કરવાનો મોકો મળ્યો.

સરદાર ઉધમ સિંહ જનરલ ડાયર ને પણ મારવા માંગતા હતા, પરંતુ જનરલ ડાયરનું પહેલા જ બીમારીને કારણે અવસાન થયું હતું. પરંતુ 13 માર્ચ, 1940 ના રોજ, જ્યારે લંડનમાં કેક્સટન ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન અને રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠક ચાલી રહી હતી. તે સમયે આ બેઠકમાં પંજાબના તે સમય ના ગવર્નર માઈકલ ડ્વાયર પણ હાજર હતા.

સરદાર ઉધમ સિંહ માઈકલને મારવાનો આખો પ્લાન બનાવીને આ સભામાં પહોંચ્યા હતા. અને તેમણે સ્ટેજ પર બેઠેલ માઈકલ ડ્વાયર પર ગોળીઓ ચલાવી. સરદાર ઉધમ સિંહે ફરી એક વખત માઈકલ ડ્વોયર પર બીજી ગોળી ચલાવી.

એટલું જ નહીં, સરદાર ઉધમ સિંહે સ્ટેજ પર બેઠેલા અન્ય વ્યક્તિઓ જેવાકે, ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ ઝેટલેન્ડ, બોમ્બેના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ લેમિંગ્ટન અને પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર સર સુઇ ડેન પર પણ ગોળીબાર કર્યો હતો, પરંતુ આ ગોળીબારી માં માત્ર માઇકલ ડ્વાયરનું મૃત્યુ થયું હતું.

માઈકલ ડ્વોયરની હત્યા કર્યા બાદ સરદાર ઉધમ સિંહ ભાગ્યા નહીં પણ ત્યાં ઉભા રહ્યા હતા. ત્યારબાદ તરત જ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. સરદાર ઉધમ સિંહ પર માઈકલ ડ્વોયરની હત્યાનો કેસ ચાલ્યો હતો અને 4 જૂન 1940 ના રોજ સરદાર ઉધમ સિંહને આ હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યા હતા.

ત્યાર પછી 31 જુલાઈ 1940 ના રોજ સરદાર ઉધમ સિંહને ફાંસી આપવામાં આવી. સરદાર ઉધમ સિંહની આ બહાદુરી ની વાત આખા ભારતમાં આગની જેમ ફેલાઈ ગઇ અને બધી જગ્યાએ લોકોની તેમને માટે ગર્વ અનુભવ્વા લાગ્યા. સરદાર ઉધમ સિંહ સૌથી વધુ શહીદ-એ-આઝમ સરદાર ઉધમ સિંહ તરીકે જાણીતા બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *