ગોવિંદભાઈ ધોળકીયા નુ લીવર ટ્રાન્સપ્લાન્ટ થતા જ કીરણ હોસ્પીટલ મા 1 કરોડ અને 30 લાખ…
મિત્રો આપડે જાણીએ છીએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સમય છે દેશ અને દુનિયા દિન પ્રતિદિન આ ક્ષેત્ર મા આગળ વધતી રહે છે રોજ અનેક નવા-નવા સંશોધનો થાય છે જે મનુસ્ય જીવનને ઘણુંજ આરામ દાઈ બનાવે છે જોકે એટલું વિકાસ પામેલ વિજ્ઞાન હોવા હોવા છતાં પણ હાલની તારીખે પણ વિજ્ઞાન માનવ શરીર ના અંગો બનાવી શક્યું નથી જયારે પણ માનવ શરીર નું કોઈ અંગ બગડે ત્યારે તેને આવું અંગ બીજા વ્યક્તિ પાસે થી લઇ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે.
જોકે શરીર ના અંગો એક વ્યક્તિના શરીર માંથી બીજા શરીર માં વ્યવસ્થિત રીતે ગોઠવવાની કાળા આજના વિજ્ઞાને જરૂર વિકસાવી લીધી છે.આપડે એક એવાજ કિસ્સા વિશે વાત કરવા જઈ રહિયા છીએ. કે જ્યાં એક બ્રેઈનડેડ મહિલા એ એક ઉદ્યોગપતિ ને નવું જીવન દાન આપિયું છે આ ઉદ્યોગપતિ નું નામ છે. ગોવિંદ ધોળકિયા છે જેમને એક મહિલા શિક્ષકે પોતાનું લિવર આપિયું અને તેમનો જોવ બચાવિયો.
ગોવિંદ ધોળકિયા એ સુરત માં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ નામની હિરાની કંપની ના માલિક છે તેમનો વેપાર દેશ-વિદેશ માં ફેલાયેલ છે વળી તેઓ તેમના દિલદાર સ્વભાવ ને લઇ ને ઘણા જાણીતા છે તે રામમંદિર નિર્માણ માટેની ગુજરાત નિધના અધ્યક્ષ પણ છે તેમને તાજેતર માં જ રામમંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપિયું હતું.
જો વાત કરીએ તેમના લિવર ટ્રાન્સપ્લાન્ટ ને લઇ તો છેલ્લા ઘણા સમય થી તેમને લીવર અંગે તકલીફ હતી તેમનું લિવર સરખીરીતે કામ કરતુ ન હતું તેમણે પહેલા હર્નિયા ઓપરેશન વખતે લીવર ખરાબ હોવાનું જાણવા માળિયું હતું તેવામાં તેમને કમળો થયો તેથી તેમનું લીવર વધારે બગડી ગયું ઘણા સમયથી તેમના માટે યોગ્ય હોય તેવા લીવર ની તાપસ શરૂજ હતી.
તેવામાં વલસાડ ના એક યોગા શિક્ષિકા રંજન બેન પ્રવીણ ભાઈ ચાવડા કે જેમનું તારીખ 30 સપ્ટેમ્બર ના રોજ ધરમપૂર ચોકડી પાસે અકસ્માત થયો હતો આ અકસ્માત માં તેમને માથા માં વાગતા તેમને લોહીની ગાંઠ થઇ ગઈ હતી અને તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા તેમના પરિવારના લોકોએ તેમની આંખ લીવર અને કિડની દાન આપવાનું નક્કી કરિયું.
આ લીવર ગોવિંદ ભાઈ માટે અનુકૂળ હતું તેથી તેમને આ લીવર આપવામાં આવ્યુ આ ઓપરેસન સુરત ની કિરણ હોસ્પિટલ માં થયું જે સુરત માં લીવર ટ્રાન્સપ્લાન્ટ નો પ્રથમ કેસ હતો.જોકે તેમનું લીવર હાજી 2 થી 3 વર્ષ ચાલે તેમ હતું પરંતુ તેમની ઉમર 72 વર્ષ ની છે અને પછી આ ઓપરેશન કરવું થોડુંક જોખમી હોવાને કારણે તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ તેથી ખુશ થઇ ગોવિંદ ભાઈએ હોસ્પિટલ ના પ્રમુખને હોસ્પિટલ માટે 1 કરોડ અને તમામ 1500 ના સ્ટાફ વચ્ચે 30 લાખ રૂપિયાની ભેટ આપી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!