આ છે આપણા દેશનો સૌથી ફીટ પોલીસોફીસર ! બોડી એટલી જબરદસ્ત કે સલમાન ખાનની બોડી પણ પાનીકમ લાગે…જુઓ આ ખાસ તસ્વીરો
આપણા દેશમાં એકથી એક એવા પોલીસ અધિકારીઓ છે જે પોતાની ફિટનેસને મામલે બોલીવુડના ઘણા બધા ફિલ્મી સુપ્રસિદ્ધ સ્ટારોને પણ પાછા પાડી દેતા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ પોલીસ ઓફિસરની વાત લઈને આવ્યા છીએ તેની બોડી જોઇને તમે સારા સારા બોડી બિલ્ડરોને ભૂલી જશો. આ પોલીસ અધિકારીનું નામ નરેન્દ્ર યાદવ છે જે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકેની ફરજ અદા કરી રહ્યો છે.
નરેન્દ્ર યાદવના ભારે ભરખમ શરીરને જોઇને સૌ કોઈની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જાય છે, કારણ કે આવી બોડી બનવાની અને તેનું સંતુલન જાળવી રાખવું તે ખુબ મુશ્કેલ કાર્ય બની જાય છે. નરેન્દ્ર યાદવે જણાવ્યું કે તેઓએ પેહલા શરુઆતમાં ફક્ત શોખ માટે કસરત કરવાનું શરુ કર્યું હતું પણ તેના મિત્રોએ તેને સલાહ આપી કે તે બોડીબિલ્ડીંગમાં ભાગ લે, આ બાદ તેણે બોડીબિલ્ડીંગની સ્પર્ધામાં ઘણી વખત મેડલો અને પુરસ્કાર જીત્યા.
નરેન્દ્ર યાદવ જણાવે છે કે તે પેહલા ખુબ જ પાતળા હતા જે બાદ પ્રોપર ડાઈટીંગ અને ફિટનેસ પર ધ્યાન રાખતા તેઓએ હાલ પોતાની આવી ગજબની બોડી બનાવી લીધી છે. તેઓ જણાવે છે કે તે દિલ્હી-હરિયાણા બોર્ડર નજીક નજફગઢના રેહવાસી છે અને તે સાવ સામન્ય પરિવારમાંથી આવે છે, એટલું જ નહિ તેઓના પિતા એક ખેડૂત હતા. વર્ષ 2006માં નરેન્દ્ર યાદવ કોન્સ્ટેબલ બન્યા હતા જે બાદ વર્ષ 2009માં પોતાના શોખને ધ્યાનમાં રાખી કસરત શરુ કરી હતી, જે પછી મિત્રોએ સલાહ આપીકે તેને પ્રોફેશનલ બોડીબિલ્ડીંગમાં ભાગ લેવો જોઈએ.
આ બાદ નરેન્દ્ર યાદવે વર્ષ 2015માં બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં ભાગ પણ લીધો પરંતુ પ્રોપર તૈયારી ન હોવાને કારણે તે મેડલ ન જીતી શક્યા. વર્ષ 2015 બાદ નરેન્દ્ર યાદવે ખુબ વધારે મેહનત કરી અને વર્ષ 2018 અને 2019 માં બે વખત નોર્થ ઇન્ડિયા અને 2 વખત મિસ્ટર દિલ્હીનું મેડલ જીત્યું. તેઓની બોડી વિશે વાત કરે તો નરેન્દ્ર યાદવના 20-21 ઇંચના બૈસેપ્સ ધરાવે છે ક્યારે તેની છાતી લગભગ 58 ઇંચ છે.
નરેન્દ્ર યાદવે પોતાનો ડાઈટ પ્લાન જણાવતા કહ્યું કે તે રોજની 5000 કેલેરી લે છે, જયારે સામન્ય વ્યક્તિ રોજની 1500-2000 કેલેરી બર્ન કરતો હોય છે. તે રોજ દોઢ કિલો ચીકન, 20 ઈંડા, ચાર ચમચી પ્રોટીન, 10 રોટલી, 1 બ્રેડનું પેકેટ ખાયને પોતાના આ ડાઈટ પ્લાનને ફોલો કરે છે.તેઓની આ બોડી શોભા વધી જાય છે જ્યારે તે પોલીસની વર્ધી પેહરે છે.