જાણો શા માટે સવજી ધોળકિયાએ પુત્રને પોતાના ધંધામાં લેવાને બદલે નોકરી માટે ઠોકરો ખાવા મજબુર કર્યો કારણ જાણીને દંગ રહી જશે..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં પૈસાનું શું મહત્વ છે આપણે સૌ જાણીએ છીએ કે નાનામાં નાની જીવન જરૂરિયાત ની વસ્તુથી લઈને મોજ શોખ સુધીની તમામ વસ્તુઓ મેળવવા માટે વ્યક્તિ પાસે પૈસા હોવા ઘણા જરૂરી છે. જો કે પૈસા મેળવવા માટે વ્યક્તિએ ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ ઘણા અમીર પિતાના એવા પણ સંતાનો હોઈ છે કે જેમને પૈસાની કોઈ કદર હોતી નથી અને તેઓ બેફામ રીતે પૈસા ઉડાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના યુવાનોને જીવનના અમુક પાસાઓ થી અવગત કર્વાવવા જરૂરી બને છે અને પૈસાનું મૂળ જણાવવું જરૂરી બને જેને લઈને સુરતના ડાયમંડ કિંગ સવજી ભાઈ ધોળકિયા ધોળકિયાએ જે કરું તે લોકો માટે મિસાલ બની ગયું તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. મિત્રો હાલના સમયમાં દરેક લોકો સવજી ભાઈ ધોળકિયા ના નામથી જાણીતા છે.

તેઓ આખા વિશ્વમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે હરે કૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લીમીટેડ ના માલિક સવજી ભાઈ ધોળકિયા પાસે આજે પૈસાની કોઈ કમી નથી જો કે તેમણે જીવનના આ તબક્કા સુધી પહોચવા માટે ઘણી મહેનત કરી છે. હાલના સમયમાં સવજી ભાઈ ધોળકિયા એક સફળ બિઝનેશ મેનતો છેજ સાથો સાથ એક સારા વ્યક્તિ પણ છે. આપણે સૌ જાણીએ છીએ તેઓ પોતાના કર્મચારીઓ ને જે રીતે સાચવે છે દિવાળીના સમયમાં જે રીતે મોંઘી ગાડીઓ અને ફ્લેટ આપે છે તેના કારણે લોકો તેમની ઘણી પ્રસંશા કરે છે.

જોકે આજે કરોડો રૂપિયાના માલિક સવજી ભાઈ ધોળકિયા ને પૈસાની પૂરી કદર છે જેને લઈને એક કિસ્સો ઘણો વાયરલ છે. જણાવી દઈએ કે સવજી ભાઈ ધોળકિયા ના પુત્ર નું નામ દ્રવ્ય સવાણી છે. તેમણે ન્યુયોર્ક ની પેશ યુનીવર્સીટી થી એમ. બી. એ. નો અભ્યાસ કર્યો છે. જોકે પહેલા દ્રવ્ય ઘણું વૈભવી જીવન જીવતો હતો અને બેફામ પૈસા વાપરતો હતો પછી પૈસા ની કદર સમજાવવા માટે સવજી ભાઈ ધોળકિયા જે કર્યું તેણે મિસાલ બનાવી.

જણાવી દઈએ કે દ્રવ્ય ને મોંઘા કપડા, ગાડીઓ વૈભવી જીવન શૈલી જીવવાનો ઘણો શોખ હતો તેવામાં એક દિવસ સવજી ભાઈ ધોળકિયા પુત્ર પાસે ન્યુયોર્ક ગયા તેઓ એક હોટલમાં જમવા ગયા ત્યારે સવજી ભાઈ ધોળકિયા એ દ્રવ્યને ઓર્ડર કરવા કહ્યું જે બાદ દ્રવ્યએ જરૂર કરતા વધુ જમવાનું મંગાવ્યું અને તેના કારણે ઘણો ખર્ચ કર્યો જે બાદ સવજી ભાઈ ધોળકિયા ને લાગ્યું કે પુત્રને પૈસાની કીમત જણાવવી પડશે તે બાદ જયારે દ્રવ્ય ભારત પરત આવ્યો ત્યારે સવજી ભાઈ ધોળકિયા તેને પોતાના ધંધામાં લેવાને બદલે તેને નોકરી કરવાની શરત આપી.

જેને લઈને રૂપિયા 7 હજાર અને ત્રણ જોડ કપડા સાથે સવજી ભાઈ ધોળકિયાએ દ્રવ્યને નોકરી કરવા કોચીન મોકલ્યો અને કહ્યું કે તેમની ઓળખ આપ્યા વિના નોકરી મેળવવા ની અને દરમહિને નોકરી બદલતા રહેવાની ઉપરાંત જયારે પણ ઘરે પરત આવે ત્યારે આપેલા રૂપિયા 7 હજાર પાછા લાવવાના તોજ તેઓ તેને પોતાના ધંધામાં લેશે. જે બાદ દ્રવ્યએ એક નાની રૂમ રાખીને નોકરીઓ કરી અમુક સમયે તો જમવા ના પણ પૈસા ન હતા અને બિસ્કીટ ખાઈને ચાલવવું પડતું.

આમ સવજી ભાઈ ધોળકિયા પુત્રને પૈસાની સાચી કદર કરતા શીખવી હાલમાં દ્રવ્ય પિતા સાથે કામ કરી રહ્યો છે, અને પોતાના ખોટા અને વૈભવી શોખ ને છોડીને આટલા પૈસાનો માલિક હોવા છતા પણ સાદું જીવન જીવી રહ્યો છે. આમ સવજી ભાઈ ધોળકિયા લોકો સમક્ષ એક મિસાલ પેસ કરી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.