કરોડો રૂપિયાના માલિક હોવા છતા પણ ડાયમંડ કિંગ સવજી ધોળકીયા જીવે છે સાવ સાદું જીવન..જુઓ તસ્વીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઘણા એવા લોકો પણ છે કે જેઓ થોડા ધનવાન થઈ જાય કે તેમની પાસે થોડી સતા આવી જાય તે બાદ લોકોમાં ખોટું અભિમાન આવી જાય છે અને તે લોકો અન્યને તુંચ્છ સમજવા લાગે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરત દ્વારા અમુક વ્યક્તિઓને સંસાધનો થી ભરપૂર કરવામાં આવે છે.
જો કેઆ વ્યક્તિ ની જવાબદારી હોઈ છે કે તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરત દ્વારા વ્યક્તિને ઘણી અનોખી તાકતો આપવામાં આવી છે વ્યક્તિ જીવનમાં જે ઇચ્છે તે કરી શકે છે. તેના માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ પોતાની આવડત ના કારણે આગળતો આવ્યા જ સાથો સાથ અન્યને પણ મદદરૂપ થાય છે.
મિત્રો આપણે અહીં ડાયમંડ કિંગ સવજી ધોળકીયા વિશે વાત કરવાની છે આપણે સૌ તેમને જાણીએ છિએ તેઓ ઉદ્યોગ જગત નું ઘણું મોટું નામ છે સાથો સાથ તેઓ સામાજીક કાર્યોમા પણ ઘણા આગળ રહે છે. આપણે અહીં તેમના જીવન વિશે વાત કરવાની છે.
મિત્રો જો વાત તેમના જન્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ સૌરાષ્ટ્ર ના દુધાળા ગામમાં 12 એપ્રિલ 1962 ના રોજ થયો હતો. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જો કે તેમની મહેનત અને તેમના પરિશ્રમ ના કારણે જ તેમની કંપની હરેકૃષ્ણ એક્સ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દેશની સારામાં સારી 5 કંપનીઓ પૈકી એક છે.
જો કે હાલમાં ભલે ડાયમંડ કિંગ સવજી ધોળકીયા પાસે પૈસો વધ્યો છે છતા આજે પણ તેઓ સાવ સાદું જીવન જીવે છે અને તેમનો પશુ અને ખેતી પ્રત્યેનો લગાવ પણ ઘણો છે. જો વાત તેમના સામાજીક કર્યો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ હાલમાં સૌરાષ્ટ્ર માં દુસ્કાળ યુકત વિસ્તાર માં રહેતા લોકો માટે વહારે આવ્યા છે અને આવા વિસ્તારોમા પોતાના પૈસે તળાવ બનાવી રહ્યા છે.
તેમના આજ કાર્ય ના ભાગ સ્વરૂપે તેમણે વર્ષ 2008 માં દુધાળા ગામમાં એક તળાવ બનાવડાવ્યુ હતું જે આજે પણ લોકો માટે ઘણું મદદરૂપ સાબિત થાય છે. જણાવી દઈએ કે આ તળાવ આશરે 32 એકર મા ફેલાયેલું છે. ઉપરાંત હાલમાં તેમણે કરાવેલ પંચગંગા તીર્થ તેમની સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે. અહીં તેઓ 200 એકર માં સરોવરનુ નિર્માણ કરાવી રહ્યાં છે.
જણાવી દઈએ કે સવજી ધોળકીયા સમાજસેવા ની સાથો સાથ ઉધોગમા પણ ઘણા આગળ પડતાં છે તેઓ ઘણા કુશળ બિઝનેઝ મેન પણ છે. જણાવી દઈએ કે હાલમા તેમની કંપની આશરે 6000 કરોડ કરતા પણ વધુ વાર્ષિક ટર્નોવર કરે છે. જો કે સવજી ધોળકીયા જેટલા સારા વેપારી છે તેટલા સારા વ્યક્તિ પણ છે. તેઓ દર વર્ષે કર્મચારીઓ ને ઘણું જ આકર્ષક બોનસ આપે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.