પોતાના કર્મચારીઓ ને કારો, જવેલરી તો ક્યારેક એફ.ડી, ફ્લેટ આપનાર સાવજી ધોળકિયા આ વર્ષે તેના કર્મચારીઓ ને ઉપહાર સ્વરૂપે,
હાલ આખા ભારત માં દિવાળી ના તહેવાર ની ખરીદી ની બજાર માં ધૂમ મચી રહી છે. બજાર માં ગ્રાહકો દિવાળી માટે ઘર શુશોભિત કરવામાં માટે અવનવી આઇટમો ખરીદતા જોવા મળે છે. બસ હવે દિવાળી ના ત્યોહાર ને આડા થોડા જ દિવસો ની વાર છે. દિવાળી નુ મહત્વ આપણા ભારત દેશ માં વિશેષ જોવા મળે છે. દિવાળી ના ત્યોહાર નિમિતે મોટા મોટા ઉદ્યોગ પતિ થી માંડી ને નાના ધંધાદારી લોકો પણ તેના કર્મચારીઓ ને વિશેષ ઉપહાર આપતા હોય છે.
એવા જ એક ગુજરાત ના મોટા ઉદ્યોગપતિ સાવજી ધોળકિયા કે જે તેના દાનવીર કામો ને લઇ ને ભારત માં પણ ખુબ જ ઊંચું નામ ધરાવે છે. તે તેના કર્મચારીઓ ને દિવાળી ઉપરાંત વિશેષ રૂપે કઈ ને કઈ ભેટો આપતા હોય છે. સવજી ધોળકિયા તેમના કર્મચારીઓ પર ભવ્ય ભેટો વરસાવે છે. જણાવી દઈએ કે સાવજી હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ કંપનીના માલિક છે.
વર્ષ 2011 માં, તેમણે દિવાળી જેવા ખાસ તહેવારો પર તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કિંમતી ભેટ આપવાનું શરૂ કર્યું. દિવાળીના અવસર પર અહીં કામ કરતા 1200 કર્મચારીઓને જ્વેલરી, 200 ફ્લેટ અને 491 ફિયાટ પન્ટો કાર ભેટમાં આપવામાં આવી હતી. આના બરાબર એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014ની દિવાળી પર ધોળકિયાએ કર્મચારીઓને પ્રોત્સાહન તરીકે 50 કરોડ રૂપિયાની વહેંચણી કરી હતી.
2018માં તેમણે તેમના 600 કામદારોને કાર અને 900ને એફડી આપી હતી. પરંતુ હાલ દિવાળી ને આડા થોડા જ દિવસો ની વાર છે એવામાં સાવજી ધોળકિયા તરફ થી આ વર્ષે તેના કર્મચારીઓ ને શું ઉપહાર આપવામાં આવશે તે હજુ અકબંધ જોવા મળે છે. તે અને તેના અન્ય વ્યક્તિઓ તરફ થી હજુ કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવા નું રહ્યું કે આગામી દિવસો માં તે તેના કર્મચારી ને શું ભેટ આપી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!