મૃતક અશોકભાઈ ના પરિવાર ના સભ્યો એ મહેકાવી માનવતા અશોકભાઈ ના મૃત્યુ બાદ કરવામાં આવ્યું આ અંગો નું દાન,
આપણા ગુજરાતમાં હવે એક વાત બાબતે જાગૃતતા આવી છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવાર જનો દ્વારા તેના ચક્ષુઓ અને અનેક એવા શરીર ના અંગોનું દાન કરવામાં આવતું હોય છે. એવો એક કિસ્સો ફરી રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં દાંતના ડોક્ટરના પિતાનું બ્રેન સ્ટ્રોક થવાના કારણ પિતાના અંગદાનો સાથે સ્કિન નું પણ ડોનેશન કરવામાં આવ્યું હતું.
વધુ વિગતે જાણીએ તો દાંતના સર્જન ડોક્ટર પ્રિતેશ વોરા ના પિતાએ 17 ઓક્ટોબરના રોજ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. 60 વર્ષના અશોકભાઈ વોરા નું મોતિયાનું ઓપરેશન થયા બાદ તે સફળ રહ્યું હતું. પરંતુ તેમને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને ગણતરીમાં જ તેઓ બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમનું સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે અશોકભાઈ ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.
જેથી ન્યુરોલોજિસ્ટ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આખા પરિવારની સહમતિ સાથે ડોક્ટર પુત્ર એ તેના પિતાના નિધન બાદ તેમની કિડની, લીવર, ચક્ષુ અને ત્વચાનું દાન કર્યું હતું. જાણવા મળ્યું કે લોકો ચામડી નું દાન બહુ ઓછા પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં આ પાંચમું સ્કીન ડોનેશન કરવામાં આવ્યું તું.
આ ચામડીનો ઉપયોગ દાઝેલી વ્યક્તિની સારવારમાં કરી શકાય છે અને હાથમાં કે પગમાં પડેલા ચાંદા હોય તો પણ તેના ઉપર અન્ય ચામડીઓ લગાડી શકાય છે. આમ ચામડીનો ઉપયોગ પણ ઘણી બધી અન્ય વ્યક્તિઓને કામ લાગતો હોય છે. અશોકભાઈ વોરા નું થયેલું સ્કીન ડોનેશનને રાજકોટની સ્કીન બેંકમાં ડોનેટ કરવામાં આવી હતી અને તે પાંચ વર્ષ સુધી અન્ય વ્યક્તિઓ ને જરૂરિયાત પ્રમાણે દાન આપી શકાય છે. અશોકભાઈ વોરા ની બે કિડની, લીવર, બે ચક્ષુ અને ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. આમ આ મૃતક અશોકભાઈ વોરા ના પરિવાર દ્વારા માનવતા મહેકાવવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!