કટપ્પા ની પુત્રી દિવ્યા ની સુંદરતા એવી કે તેને જોઈ ને બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ લાગે ફિક્કી, જુઓ તસ્વીર.
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું યોગદાન આપનાર સાઉથના હીરો સત્યરાજ કે જે આજે આખા ભારતમાં કટપ્પા ના નામથી જાણીતા થયા છે. ફિલ્મ બાહુબલી એક માં જોવા મળેલ સત્યરાજ નું પાત્ર કટપ્પા નું હતું. જ્યારે બાહુબલી ફિલ્મ નો પહેલો ભાગ પૂરો થયો ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ઉઠતો હતો કે કટપ્પા એ બાહુબલી ને શા માટે માર્યો. બાહુબલી ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ પુષ્કળ માત્ર માં કમાણી કરી હતી.
તેના પાત્ર કટપ્પા નું નામ આજે પણ ખૂબ જ ગુંજી રહ્યું છે પરંતુ આજે અમે તમને કટપ્પા એટલે કે સત્યરાજની પુત્રી દિવ્યા વિશે થોડી ઘણી વાતો જણાવવા જઈશું. સત્યરાજની પુત્રી દિવ્યા કે જે એક ન્યુટ્રીશનલિસ્ટ અને કેટલીક વાર ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાઓ લોકોને આપવા માટે આગ્રહ કરવાનું કામ કરી રહી હતી. પરંતુ સત્યરાજની પુત્રી દિવ્યા ને જ્યારે ખ્યાલ આવ્યો કે,,
એ દવાની સાઇડ ઇફેક્ટથી લોકોને અંધત્વ આવે છે અને લોકો મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે દિવ્યાએ તે દવાઓ લોકોને આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ દવાઓ બનાવતી કંપની અને દિવ્યાની વચ્ચે ખૂબ જ દબાવવાનો મામલો થઈ ચૂક્યો હતો. જાણવા મળ્યું કે જ્યારે દિવ્યા એ આવું કામ કર્યું ત્યારે કેટલાક લોકો તરફથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી.
પરંતુ દિવ્યાએ નીડર રહીને તે નિર્ણય સામે અડગ રહી અને તેને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો. જેમાં આવી કંપનીઓ વિરુદ્ધ પગલા લેવા અપીલ કરી હતી. આમ સત્યરાજ ની પુત્રી દિવ્યા પણ તેના પિતાની જેમ એક બહાદુર અને નીડર પુત્રી છે. સત્યરાજ ની વાત કરીએ તો તેણે બોલીવુડના ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં અભિનેત્રી દીપિકા ના પિતાની ભૂમિકા ભજવેલી જોવા મળે છે.
તેની જિંદગીમાં 100 થી પણ ઉપર મુવીમાં કામ કરેલું છે પરંતુ તેને બાહુબલી જેવી લોકપ્રિયતા ક્યારે મળી ન હતી. આજે તે ઘણા બધા મુવીમાં કામ કરતા જોવા મળે છે અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં તેનું ખૂબ જ ઊંચું નામ થઈ ચૂકેલું છે. સત્યરાજ ની પુત્રી ની સુંદરતા ને કારણે પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!