બેંગ્લોર માં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ દિવાળી ના દિવસો માં બેંગ્લોર નું જન જીવન થયું અસ્તવ્યસ્ત, જુઓ તબાહી ના દ્રશ્યો.
આખા ભારતમાં હવે ધીરે ધીરે શિયાળાની ઋતુ ના આસાર દેખાવા લાગે છે. હવે ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને ઠંડીનો ચમકારો પણ દિવાળીના દિવસોમાં ધીરે ધીરે વધતો જશે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. એવામાં 19 ઓક્ટોબરને બુધવાર ની સાંજે કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં વરસાદે ખૂબ ધમાલ મચાવી છે.
બેંગ્લોરમાં એટલો બધો વરસાદ પડી ગયો કે લોકોની ગાડીઓ, કારો અને ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. બેંગ્લોરના આઇટી ક્ષેત્ર વિસ્તારમાં પૂર્વ દક્ષિણ અને મધ્યભાગમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. કેટલાક વિસ્તારોમાં 59 મીમી જેટલો વરસાદ પડી ગયો હતો. બેંગ્લોરમાં હવામાન વિભાગ દ્વારા આગળના ત્રણ દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.
આની પહેલા 30 ઓગસ્ટના રોજ બેંગ્લોરમાં ખૂબ જ ભારે વરસાદ વરસી ચુક્યો હતો. આઇટી માં પડેલા વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ, પશ્ચિમ માં ફરીવાર મોનસુન દસ્તક દઈ શકે તેવી આગાહીઓ કરવામાં આવેલી છે. જેમાં ઓડિશા અને બંગાળમાં ચક્રવાત થવાની આશંકા સેવાઈ રહી છે.
વધુમાં જણાવ્યું કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ઓડીશા, છત્તીસગઢ માં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. તો મુઝફરાબાદ, જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ વગેરેમાં મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે.
સાથોસાથ ઉત્તરાખંડમાં પણ ઘણી બધી જગ્યાઓ પર બરફ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. સાથોસાથ બેંગ્લોરમાં વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું હતું અને ઠેર ઠેર રહેલા વાહનો ઉપર વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ પણ સામે આવી હતી અને લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!