લાચાર મહિલા ને મુસીબત માં જોઈ લોકો માત્ર તમાશો જોતા હતા પરંતુ બે બાળકો તેની માટે ભગવાન બની મદદે આવ્યા જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ આવનવા વિડીયો આપણે જોઈ શકીએ છીએ આજકાલના યુવાનોમાં ખાસ તો સોશિયલ મીડિયાનો ક્રેશ અનોખો ચડ્યો છે હાલ એક સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે લોકોમાં આદરભાવ, પ્રેમ, લાગણી કે મદદ કરવાની ભાવના વગેરે ઘટતી જોવા મળે છે. લોકો ઇન્ટરનેટની દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે એકબીજાના દુઃખ દર્દો પણ સમજી શકતા હોતા નથી.
હાલ બે નાના બાળકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈને આ નાના બાળકો પ્રત્યે ખરેખર સન્માનની લાગણી થશે. આ વિડીયો માં જોઈ શકાય છે કે એક ફળ વેચનાર બેન કે જે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ફળ ને વેચીને ચલાવતા હોય છે. આ બહેન એક ઢાળ વાળો રસ્તો ચડવાની ટ્રાય કરતા હોય છે. એવામાં જ્યારે ઢાળવાળો રસ્તો ઉપર ચડાવે છે ત્યારે તે લારી ચડાવી શકતા નથી. આજુબાજુ માંથી ઘણા લોકો પસાર થાય છે માત્ર બહેનની સામું જોવે તમાસો જોઈએ ચાલતી પકડે છે.
બહેન તે લારી ઢાળ ઉપર ચઢાવી શકતા નથી. થોડીક વાર રહેતા જોવા મળે છે કે લારીની નીચેથી બહેન પોતાનું નાનું બાળક તેણે છે. તે પોતાના નાના બાળકને પણ સાચવે છે એક હાથે અને એક હાથે લારી ચડાવવાની કોશિશ કરે છે. તે લારી ઢાળ ઉપર ચડાવવા કામયાબ થતા નથી. એવામાં એક 10 થી 12 વર્ષના બે બાળકો એક છોકરો અને છોકરી તે બહેનની સામું જોવે છે અને તે બહેનને ઢાળ ઉપર લારી ચડાવવામાં મદદ કરે છે. ત્યાંથી સેકડો લોકો નીકળ્યા પણ કોઈના મગજમાં એવું ન થયું કે આ લાચાર બહેન ની મદદ કરીએ…જુઓ વિડીયો.
View this post on Instagram
પણ આ બાળકો બહેનની મદદ કરવા માટે આગળ આવે છે આ વિડીયો જોઈને ખરેખર આશ્ચર્ય થઈ જવાય છે કે એક બાળકો આ બહેન ની મદદ માટે આવે છે વિડિયો ને અંત સુધીમાં જોતા ખ્યાલ આવે છે કે જ્યારે બહેન પોતાની લારી ને ઢાળ ઉપર ચડાવ્યા બાદ બાળકો તેની પાસે ઊભા રાખે છે ત્યારે તે બહેન બાળકોને કંઈક ફળ આપીને પ્રોત્સાહિત કરે છે. આમ બહેન પણ ખરેખર કોમળ હૃદયના વ્યક્તિ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!