India

બસ કંડક્ટરે મુસાફર ને બસ માંથી નીચે ઉતારવા જે રીતે વર્તન કર્યું તે જોઈ તમારું લોહી પણ ગરમ થઇ જશે. જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક એવા વિડિયો સામે આવતા હોય છે. ક્યારેક ફની વિડિયો સામે આવતા હોય તો ક્યારેક જંગલી પશુ પ્રાણીના વિડીયો સામે આવતા હોય. આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં આપણે કંઈક દુકાને વસ્તુઓ લેવા જઈએ તો ત્યાં લખેલું હોય છે કે ગ્રાહક એ ભગવાન નું સ્વરૂપ છે. આથી લોકો ગ્રાહકને ખુશ રાખવા ગમે તે કરી શકતા હોય છે. પરંતુ આ એક વિડિયો ટ્વીટર એકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સરકારી વિભાગની બસમાં એક કંડકટર દ્વારા એક મુસાફર સાથે જે વર્તન કરવામાં આવ્યું. તે જોઈને લોકો પણ હચ મચી ગયા છે. આ વિડીયો ભારત દેશના કર્ણાટક આ રાજ્યનો છે. જ્યાં કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક બસના કંડકટર દ્વારા એક મુસાફરને ઢોર રીતે મારવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક કંડકટર બસમાંથી એક મુસાફરને દાદરા મારફતે નીચે ઉતારતો હોય છે.

મુસાફર બસમાંથી નીચે ઉતરવા તૈયાર થતો નથી. તો બસના કંડકટર દ્વારા તેને તમાચા મારવામાં આવે છે. છતાં પણ મુસાફર બસમાંથી નીચે ઉતરવા તૈયાર થતો નથી. ત્યારબાદ કંડકટર દ્વારા એક પાટુ મારવામાં આવે છે. જેનાથી મુસાફર બસના દાદરા માંથી સીધો નીચે પછડાઈ ને જમીન ઉપર પડી જાય છે. ત્યારબાદ કંડકટર બસ ડ્રાઇવરને બસ ચલાવવાનું કહે છે. અને આ મુસાફર ત્યાં જમીન ઉપર ઘાયલ અવસ્થામાં સૂઈ રહ્યા હતો.. જુઓ વિડીયો.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોતા લાગે છે કે કદાચ મુસાફર નશાની હાલતમાં હતો. છતાં પણ આ બસ કંડક્ટરને એવો કોઈ કાનૂન હાથમાં લેવાનો અધિકાર હોતો નથી. પણ છતાં તેને કાનૂન હાથમાં લઈને કંડકર મુસાફરને ઢોર રીતે માર મારવામાં આવેલો હતો. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ બસ કંડકટર વિરોધ કરી રહ્યા છે. અને આ બસ કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવું કોમેન્ટોમાં જણાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *