સેફલીખાન અને કરીનાકપૂર ને લગ્નજીવન ના થયા દસ વર્ષ પત્ની એ ફોટો શેર કરી પતિ માટે લખી પ્રેમભરી નોટ લખ્યું કે,
બોલીવુડના એક્ટર્સ અભિનેતા સેફ અલી ખાન કે જેને તેનાથી નાની ઉંમરની અભિનેત્રી કરીના કપૂર સાથે બીજા લગ્ન જીવનની શરૂઆત કરી હતી. પહેલા લગ્નજીવનના છૂટાછેડા બાદ અભિનેતા સેફઅલી ખાન કરીના કપૂર સાથે બીજા લગ્નજીવનની શરૂઆત કર્યા બાદ બંનેને હાલમાં બે પુત્રો પણ છે. જેના નામ તૈમુર અને જહાંગીર છે. 16 ઓક્ટોબર 2022 ના રોજ સેફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન ના લગ્ન ના 10 વર્ષ થઈ ચૂક્યા છે.
લગ્નના 10 વર્ષ થવા બદલ અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પતિ સાથે બે તસવીરો શેર કરી અને કેપ્શન માં લખ્યું હતું કે, મેં ઓર તુમ તુમ ઓર મેં અનંતકાળ તક હમ ચલતે હૈ હેપ્પી 10 હેન્ડસમ મેન,, આમ કરીના કપૂર ખાને તેના પતિ સાથેની ફોટો શેર કરતા તેના ચાહકો પણ બંનેને 10 માં મેરેજ એનિવર્સરી ની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવતા જોવા મળે છે.
બંને નું લગ્નજીવન આજે ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. બંને પોતપોતાના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર શેર કરતા હોય છે. એક જમાનામાં બંને એ એકથી એક ચડિયાતી મુવીમાં કામ કરેલું છે અને હજુ પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો યોગદાન આપી રહ્યા છે. સૈફ અલી ખાનની વાત કરવામાં આવે તો તેને પહેલી પત્ની થકી પણ બે બાળકો છે. થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાન કોફી વિથ કરણ શોમાં આવી હતી અને તેની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
બંને પતિ પત્ની આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ પોતાનું ખૂબ જ નામ કમાઈ ચૂકેલા છે. થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને તેના બંને બાળકો તેમુર અને જહાંગીર માટે એક એક ગાડી લઈ આપી હતી તેના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હતા. એ સમયે તે ખૂબ જ તેના ચાહકો તરફથી ટ્રોલ થવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!