મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતાં રહે છે. જે પૈકી અમુક ઘણા ફની તો અમુક આશ્ચર્ય આપવે તેવા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના લોકો ઘણા ક્રિએટીવ અને જુગાડુ છે. તેઓ ઘણી વખત એવા કારનામા કરી નાખે છે કે લોકો જોતા જ રહી જાય છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં વાહન આપણી જરૂરિયાત બની ગયું છે. તેવામાં આપણે સૌ વાહન ચલાવીએ છિએ. પરંતુ જો એવું કહેવામાં આવે કે હવે વાહન ચલાવવાની જરૂર નથી. વાહન પોતાને જાતે જ ચલાવ્સે તો ? જો કે હાલમાં ટેકનોલોજી ના વિકાસ ના કારણે ઘણી ગાડીઓ એવી પણ છે કે જે સ્વયં સંચાલિત છે. પરંતુ હજુ સુધી સ્વયં સંચાલિત બાઈક ની શોધ થઈ નથી.
પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે જે કામ કોઈ પણ ન કરી શકે તેવા અનોખા કામ આપણા દેશના લોકો કરી બતાવે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક વ્યક્તિ બાઈક પર પાછળ ના ભાગમાં બેઠો છે. જોકે આ સમયે ગાડી કોઈ પણ વ્યક્તિ ગાડી ચલાવતુ નથી પરંતુ ગાડી આપો આપ ચાલી રહી છે.
આ જોયા બાદ મનમાં સૌથી પહેલા ટાર્ઝન ફિલ્મ યાદ આવે કે જ્યાં ગાડીના માલિક ની આત્મા ગાડીમાં આવીને ગાડી ચલાવે છે. જો કે આ સ્કૂટર માં આત્મા છે કે કોઈ જુગાડ તે બાબત અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ વ્યક્તિથી પ્રભાવિત થઈ ને આનંદ મહિન્દ્રાએ તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે.
જણાવી દઈએ કે આ વિડીયો ને ડૉક્ટર અજયિતાએ ટ્વિટ કર્યો છે અને કેપ્શન લખ્યું છે કે, ‘એલોન મસ્કે કહ્યું હતું: ‘હું ડ્રાઇવરલેસ ગાડીઓ ભારત લાવવા માંગુ છું ત્યારે બીજી તરફ ભારતમાં’ વિડીયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ પણ આ વિડીયો રીટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મુસાફિર હૂન યારોન… ના કોઈ ડ્રાઇવર , ના કોઈ ઠિકાના.”
Love this…Musafir hoon yaaron… na chalak hai, na thikaana.. https://t.co/9sYxZaDhlk
— anand mahindra (@anandmahindra) October 20, 2021
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.