શાહરુખ ખાન થી સેફલીખાને કરી દિવાળી ના પર્વ ની શાનદાર ઉજવણી લાઈટો થી ઝગમગ્યો મન્નત બંગલો જુઓ વિડીયો.
કાલે આખા ભારતભરમાં દિવાળી પર્વની ખૂબ જ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતાના ઘરો ને રોશની શણગારવામાં આવ્યા હતા તો એક બાજુ રંગબેરંગી ફટાકડાથી આખું આકાશ સજીધજી ને તૈયાર થયું હોય તેમ લાગી રહ્યું હતું. સામાન્ય માણસોથી મોટા મોટા સેલિબ્રિટીઓએ પણ દિવાળીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને અયોધ્યામાં પણ દિવાળીના પર્વની ખૂબ જ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેના અનેક ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર થયેલા જોવા મળે છે.
અયોધ્યામાં લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને શાનદાર આતિશજબાજી કરવામાં આવી હતી. તો બીજી બાજુ બૉલીવુડ ના સ્ટાર પણ દિવાળી ના પર્વ ની ઉજવણી માંથી બાકાત રહે તેમ નથી. જેમાં અભિનેતા શાહરુખ ખાન ના મન્નત બંગલો ને શાનદાર રીતે ઝગમગાવી દેવામાં આવ્યો હતો. શાહરુખ ખાનના મન્નત બંગલોને લાઇટોથી શાનદાર રીતે શણગારવામાં આવ્યો હતો જેના વિડીયો ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર થયેલો જોવા મળે છે.
The Diwali decor at Mannat ♥️✨ #ShahRukhKhan #Mannat #9DaysToSRKDay pic.twitter.com/CfGTyYyPgo
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) October 23, 2022
તો બીજી તરફ અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર ખાને તેના પુત્ર જહાંગીર અને તૈમુર સાથે દિવાળીના પર્વ ના પ્રસંગ નિમિત્તે ફોટા શેર કરીને લોકોને શુભકામનાઓ પાઠવી હતી. કરીના કપૂર ખાને પોતાના instagram ઉપર ફોટા શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે યહ હમ હે હમારી તરફ સે આપકો હેપ્પી દીવાલી દોસ્તો ફોટોમાં બંને સુંદર રીતે દિવાળીના ત્યોહાર નિમિત્તે તૈયાર થયેલા જોવા મળે છે. તો તેના બંને પુત્રો મજાક ના મૂડમાં જોવા મળે છે.
આમ દિવાળીના પર્વની ઉજવણીમાં હરેક લોકોએ ભાગ લીધો હતો અને શાનદાર રીતે ઉજવણી થતી જોવા મળી હતી. લોકો એ સુંદર આતીશબાજી કરી નેઆકાશ ને રંગબેરંગી કલર થી ભરી દીધું હતું. આમ આપણા ભારત માં દિવાળી ના પર્વ નું મહત્વ ખુબ જ જોવા મળે છે. અને લોકો એકબીજા ને દિવાળી ના પર્વ ની શુભકામનાઓ પાઠવતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!