શાહિદ કપૂર રસ્તા વચ્ચે જ પેપરાજી ઉપર ગુસ્સે થઈને કહ્યું એવું કે સાંભળીને આંચકો લાગશે, કહ્યું કે ચીસો કેમ….. જૂવો વિડીયો
જ્યારે પણ કોઈ સેલિબ્રિટિ ક્યાય પણ જાય છે તો પેપરાજી હમેશા જ તેમના ફોટો ક્લિક કરવા માટે કહેતા હોય છે. પરંતુ ઘણીવાર સેલિબ્રિટિ તેમનાથી પરેશાન થઈ જતાં હોય છે અને તેઓ પોતાનો ગુસ્સે પેપ્સ પર ઉતારી દેતા હોય છે. એવું જ કઈક અભિનેતા શાહિદ કપૂર સાથે થયું છે જ્યારે ગયા દિવસોમાં અચાનક જ પેપરાજી પર ભડકી ગયા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં શાહિદ કપૂર હાલમાં જ ભાઈ રૂહાન કપૂર ના લગ્ન ની પાર્ટી માંથી આવી રહ્યા હતા આ દરમિયાન તેમની પાસે તેમની પત્ની મિરા રાજપૂત , બાળકો અને તેમની સાસુમાં સાથે જોવા મળ્યા હતા. શાહિદ કપૂર પાર્ટી થી નીકળીને પોતાની પૂરી ફેમિલીની સાથે રસ્તા પર ઊભા રહીને ગાડીની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ત્યારે જ પાછળથી પેપરાજી જોર જોરથી ચીસો પાડવા લાગ્યા, આ જોઈને અભિનેતા ગુસ્સામાં આવી ગ્યાં હતા. અને તેમણે પેપ્સ ને બહુ બધી ખરી ખોટી પણ કહી હતી.
સામે આવી રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે શાહિદ ને જોતાં જ પેપરાજી જોર જોરથી ચીસો પાડવા લાગી જાય છે. જેના પછી શાહિદ ને ગુસ્સે આવી જાય છે તેના પેપ્સ ની ક્લાસ લગાવી લે છે. તે કહે છે કે બૂમો કેમ પાડો છે હું અહી જ છું ને. પાગલો ની જેમ કેમ બૂમો પાડો છો. જ્યારે હું ગાડીમાં ચાલ્યો જાવ ત્યારે બૂમો નાખજો. ચીલ કરો. જેવો એક્ટર નો આ વિડીયો સામે આવ્યો કે ફેંસ એ તેના પર કમેંટ કરવા લાગ્યા.
ફેંસ એ શાહિદ ના આ વર્તન ને સપોર્ટ કર્યો છે. ત્યાં જ યુજારો અભિનેતા ને ગુસ્સામાં જોઈ કબીરસિંહ ની યાદ આવી ગઈ. જો કામની વાત કરવામાં આવે તો શાહિદ કપૂર હાલમાં તેમની ફિલ્મ ‘ બ્લડી ડેડી ‘ રિલિજ થઈ હતી. તેને ફેંસ એ પસંદ પણ કરી હતી. હવે આના પછી તેઓ જલ્દી જ ક્રુતિ સેનન ની સાથે પોતાની આવનારી લવ સ્ટોરી માં રોમાન્સ કરતાં નજર આવશે. જોકે અત્યાર સુધી ફિલ્મના નામની ઘોષણા થઈ નથી, આ ફિલ્મથી શાહિદ કપૂર અને ક્રુતિ સેનન પહેલીવાર સ્કીન શેર કરતાં નજર આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram