‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં પૂર્વ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની અસલ પત્ની ભલભલી બૉલીવુડ અભિનેત્રીને પાછી પાડે….
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે તો આપણે સૌ કોઈ જાણતા જ હશુ. છેલ્લા ઘણા વર્ષોથી આ શો લોકો માટે મનોરંજનનું મુખ્ય કારણ બન્યું છે. એવામાં હાલ આ શો તેના કેરેક્ટરને લઇને ઘણું ચર્ચામા આવ્યું છે કારણ કે છેલ્લા થોડા વર્ષોથી આ શોના મુખ્ય કલાકારો જેવા કે દયાભાભી, સોઢી જેવા કલાકારો શોને મૂકીને ચાલ્યા ગયા છે અને હાલ તારક મેહતા એટલે કે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે.
એવામાં આ વાત સાચી છે કે ખોટી તેની હજી સુધી વાત સામે આવી નથી. જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોએ તેના કિરદારોને લીધે જ આટલી સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે. આવા કિરદારમાં અબ્દુલથી લઈને જેઠાલાલ સુધીના તમામ કિરદારોનું શોમાં એટલું જ મહત્વ છે. એવામાં આ લેખના માધ્યમથી અમે આ શોના તારક મેહતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાના અંગત જીવન વિશે વાત કરવાના છીએ.
જણાવી દઈએ કે શૈલેષ લોઢા તારક મેહતાના પાત્રમાં એક દમ બંધબેઠે છે. આપણે જાણીએ જ છીએ કે શોમાં શૈલેષ લોઢાએ એક લેખક છે. એવામાં જો તેના અંગત જીવમ વિશે વાત કરવામાં આવે તો તે અસલ જીવનમાં પણ એટલા જ સરળ સ્વભાવના છે જેટલા તેને શોમાં બતાવામાં બતાવામાં આવ્યા છે. તેમની પત્નીનું નામ સ્વાતિ લોઢા છે, એટલું જ નહીં તેને એક દીકરી છે.
મિત્રો તમે શોમાં તો જોયું હશે કે તારક મેહતાની પત્ની અંજલિ હોય છે પણ આ કલાકારની અસલ જીવનની પત્ની વિશે કોઈ જાણતુ ન હતું. જણાવી દઈએ કે સ્વાતિ લોઢાએ હમેશા ફિલ્મી દુનિયાથી દુરી રાખી છે. સ્વાતિ લોઢાએ સુંદર હોવાને સાથો સાથ ખુબ જ ભણેલી પણ છે. તેણે મેનેજમેન્ટ ફિલ્ડમાં Phd કરેલ છે અને હાલ તે એક સમાજસેવી પણ છે.