Gujarat

કાળીયાઠાકરે રાખી લાજ ! લમ્પી વાયરસ થી 25-ગાયો ને ઉની આંચ ન આવતા 450-કિમિ પગપાળા ગાયો કરછ થી દ્વારકા પહોંચી,,

Spread the love

છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. કોરોના કાળે આખા વિશ્વને ભરડામાં લીધો હતો. કોરોના એવો હતો કે જે મનુષ્યમાં ફેલાઈ રહ્યો હતો. જેના કારણે વિશ્વમાં સહિત ભારતમાં અને ગુજરાતમાં પણ હજારો લોકો મોતને ભેટ્યા હતા. તો થોડા સમય પહેલાં ગુજરાતમાંથી ગાયો માં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. લમ્પી વાયરસ એવો હતો કે જેના કારણે અનેક ગાયો મોતને ભેટતી હતી.

તંત્ર દ્વારા ઘણી બધી સાવચેતીના પગલા રૂપે મહેનત કરવામાં આવતી હતી. પરંતુ આ વાયરસ કોઈ પણ ભોગે કાબુમાં આવી રહ્યો ન હતો અને અનેક પશુપાલકોના પશુઓને મોત ને ભેટતા હતા. જેમાં ગાયો ખાસ કરીને મૃત્યુ પામતી હતી. ગાય માતાની વાત કરવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણને ગાય માતા સૌથી વહાલા છે. આજની 21મી સદીના યુગમાં પણ દ્વારકાધીશનો ચમત્કાર સામે આવ્યો છે.

કચ્છમાં રહેતા પશુપાલક મહાદેવભાઇ દેસાઈ કે જેઓ પોતાની 25 જેટલી ગાયો ધરાવે છે. 25 ગાયોની માવજત કરે છે. જ્યારે લમ્પી વાયરસ ચાલી રહ્યો હતો ત્યારે મહાદેવ દેસાઈ એ દ્વારકાવાળા કાળીયા ઠાકર ને કહ્યું કે તેની ગાયોને લમ્પી વાયરસથી જરા પણ આંચ આવવા દેતા નહીં. જો તેમ થશે તો તે ગાયોને લઈને પગપાળા દર્શન કરવા આવશે અને થયું પણ એવું જ મહાદેવભાઇ દેસાઈની 25 ગાયો માં બધી ગાયો લમ્પી વાયરસથી બચી ગઈ હતી.

આથી મહાદેવભાઇ દેસાઈ તેની 25 ગાયો સાથે ૪૫૦ કિલોમીટર અંતર કચ્છથી દ્વારકા સુધી પગપાળા કાપ્યું હતું. ગાયોને પણ તેઓ સાથે પગપાળા લઈને આવ્યા હતા અને 21 નવેમ્બરના રોજ મહાદેવભાઈ દેસાઈ દ્વારકાના જગત મંદિરમાં ગાયોના દર્શન કરાવવા આવ્યા હતા. મંદિરના તંત્રને આ વાતનો ખ્યાલ આવતા તેને રાત્રિના સમયે ગાયો માટે મંદિર ખોલ્યું હતું અને રાત્રીના સમયે ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેની સાથે અન્ય ગૌ સેવકો પણ આવ્યા હતા. તેને પ્રસાદીના ભાગરૂપે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ રૂપે ઉપેણી અને ઓઢણીઓ થી સન્માનિત કરવામાં આવેલા હતા. આમ ભગવાન કાળીયા ઠાકરે તમામ ગાયોની લાજ રાખી હતી અને તમામ ગાયો સહી સલામત રહી હતી. આ ઘટના વાંચી લોકો કાળીયા ઠાકર ભગવાન દ્વારકાધીશ નો આભાર માની રહ્યા છે અને યાદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *